Published by : Vanshika Gor
મોંઘવારીનો માર દિવસેને દિવસે વધતો જ જાય છે આવામાં વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે.વડોદરા અને અમદાવાદ વચ્ચે નેશનલ એક્સપ્રેસ વે તથા નેશનલ હાઈવે 48 પર ટોલ ફીનો વધારો અમલી કરવામાં આવશે જેના કારણે આ રસ્તે અવરજવર કરતા લોકોના ખિસ્સા પર અસર થઈ શકે છે.૧ એપ્રિલથી અમલ કરવામાં આવશે.
આઈ આર બી દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તે મુજબ વડોદરાથી આણંદ, નડિયાદ, ઔડા રિંગ રોડ અને અમદાવાદ માટેના ટોલમાં 5 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધીનો વધારો કરાયો હોવાનું જાણવા મળ્યું છે. આ વધારા બાદ હવે પહેલી એપ્રિલથી વડોદરાથી આણંદ જો કાર લઈને જતા હશો તો ફાસ્ટટેગની ટોલ ફી 50 રૂપિયા, નડિયાદ માટે 70 રૂપિયા, વડોદરાથી ઔડા રિંગ રોડના 130 રૂપિયા અને અમદાવાદ માટે 135 રૂપિયા ચૂકવવા પડશે.