Published by : Vanshika Gor
એક છોકરાની માતા અને વ્યવસાયે એકાઉન્ટન્ટ ક્રિના જીગ્નેશ મિસ્ત્રીએ મુંબઈમાં મિસિસ એશિયા કોન્ટિનેંટલ ક્વીનનો રાષ્ટ્રીય તાજ જીત્યો. આ શોમાં ભાગ લેનારી તે ગુજરાતમાંથી એકમાત્ર હતી. તેણી હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરશે અને અન્ય લોકો માટે ઉદાહરણ બેસાડવાનું લક્ષ્ય પૂરું પાડશે.
વર્ષ 2009 માં લગ્ન થયા. તેણીના બાળપણના સ્વપ્ના અધૂરા છૂટી ગયા હતા અને અંતે 2019માં રેમ્પ વોક કર્યું. તેણીના પતિ અને સાસરિયાઓના સમર્થનથી મિસિસ પોપ્યુલર ગુજરાત 2019માં ભાગ લીધો અને તેણી એ પ્રથમ મોડેલિંગ સ્પર્ધામાં તાજ જીત્યો. હવે તેણીએ મુંબઈમાં મિસિસ એશિયા કોંટિનેંટલ ક્વીનનો રાષ્ટ્રીય તાજ જીત્યો.
ક્રિના મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, આ પ્રથમ વખત છે કે હું આ ત્રણ દિવસની સ્પર્ધા માટે ગુજરાતની બહાર ગઇ અને ટાઇટલ જીતીને આવી, જેનો મને ખૂબ જ આનંદ છે. સ્પર્ધા ત્રણ કેટેગરીમાં વહેંચાયેલી હતી. જેમાં 28 જેટલા સ્પર્ધકો મારી સાથે જોડાયેલા હતા. હવે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરીશ.
ક્રીનાએ ‘બેસ્ટ આઉટ ફ્રોમ વેસ્ટ’નો સંદેશો લોકો સુધી પહોંચાડયો છે. સ્પર્ધામાં પોતાના ગાઉન્સને ફરીથી ડિઝાઇન કરીને પહેર્યા હતા. વડોદરામાં આર. એમ. એસ. પોલીટેકનિકમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતી ક્રિનાએ અગાઉ મિસિસ પોપ્યુલર ગુજરાત 2019, વર્સેટાઈલ મોડલ ઓફ ધ યર 2022 અને અન્ય એવોર્ડ જીત્યા હતા.તેણીએ ઘણી સૌંદર્ય સ્પર્ધાઓને પણ જજ કરે છે અને તેના જેવી ઘણી માતાઓને મોડેલિંગમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરણા આપી છે. તથા ક્રિના એ બે ગુજરાતી ફિલ્મો અને મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે. જો સારી ભૂમિકાઓ ઓફર થાય તો તે હું સ્વીકારી લઈશ.




