Published By : Disha PJB
રાજયના પશુપાલન વિભાગ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસના સંકલનથી કાર્યરત કરુણા એમ્બ્યુલન્સ વડોદરા શહેર વિસ્તારમાં અબોલા પશુ પક્ષીઓની સારવાર માટે કાર્યરત છે.

વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં રેલ્વે સ્ટેશન પાસે એક શ્વાનની આંખ પર મેલનોમાં (વાર્ટ) થયેલ હતા જેનાથી તેને જોઈ શકતું નહોતું. શ્વાનને આંખના ભાગે મેલનોમાં (વાર્ટ) હોઈ તકલીફમાં પીડાતા જોઈ કોઈ વ્યક્તિએ ૧૯૬૨ કરુણા એમ્બ્યુલન્સને કોલ કરી મદદ માંગી હતી. જાણ થતાં જ કરુણા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ડો.ચિરાગ પરમાર અને પાયલોટ રતનસિંહ સાથે પ્રોજેકટ મેનેજર ડો. રવિ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ડોક્ટર દ્વારા તપાસ કરતા માલુમ પડ્યું કે શ્વાનને આંખના ભાગમાં મેલનોમાં (વાર્ટ) થયેલ છે.

આ પરિસ્થિતિમાં ડોક્ટર દ્વારા તાત્કાલિક સારવાર આપી શ્વાનની આંખમાં સર્જરી કરી વાર્ટ દૂર કરી પીડામાંથી રાહત આપવામાં આવી હતી. સર્જરી કર્યા પહેલા શ્વાન ચક્ષુ હોવા છતાં અંધનું જીવન ગુજારતો હતો. સર્જરી કર્યા બાદ શ્વાનને એક નવી દ્રષ્ટિ પ્રદાન કરવામાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સફળ રહી હતી.પ્રોજેક્ટ કોર્ડીનેટર યોગેશ દોશીએ જણાવ્યું કે કરુણા એમ્બ્યુલન્સ દ્વારા ૩૯,૨૯૫ પશુ પક્ષીઓઓને સારવાર આપવામાં આવી છે.
ઇનપુટ : દિગ્વિજય પાઠક, વડોદરા.