- 28 હજાર રૂપિયા રિકવર કરાયા
વડોદરામાં હની ટ્રેપની ઘટના સામે આવી હતી. છેલ્લા ત્રણ વર્ષથી સલેમા નામની યુવતીએ મયુર પટેલ નામના યુવાનને પોતાની પ્રેમજાળમાં ફસાવી હેરાન કરવામાં આવતો હતો.સલમાના પતિ દરવેશ મલેક પત્નીના પ્રેમ સંબંધનો ગેરલાભ ઉઠાવી રહ્યો હતો.દરવેશ મલેકએ સલમાને યુવકને ફસાવવા માટે કહ્યું હતું.અત્યાર સુધી તેઓએ 4.50 લાખ રૂપિયા પડાવ્યા હતા. આખરે યુવકે જિંદગીથી કંટાળી જઈ આપઘાત કરી લીધો હતો. આપઘાતને પગલે પિતા દિપક ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હનીટ્રેપની ઘટનાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે વિધર્મી યુવતી સલમા મલેકની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. પોલીસે 28 હજાર રૂપિયા રિકવર કર્યા હતા. તો પોલીસે આજરોજ મુખ્ય આરોપી દરવેશ મલેકની ધરપકડ કરી હતી.આરોપી દરવેશ સામે રાયોટિંગ અને પ્રોબેશનના ગુના નોંધાયેલા છે. પોલીસે દરવેશ મલેક અને મયુર ના માધ્યમ જાવેદની અટકાયત કરી પૂછતાછ હાથ ધરી છે.




