Saturday, May 16, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchવધુ એક ₹50.50 લાખનું હવાલાકાંડ : દુબઈમાં રહેતા ભાઈએ સાઉથ આફ્રિકાના યુવાન...

વધુ એક ₹50.50 લાખનું હવાલાકાંડ : દુબઈમાં રહેતા ભાઈએ સાઉથ આફ્રિકાના યુવાન પાસે હવાલો પડાવ્યો, ED અને IT પણ કરશે તપાસ…

Published by : Rana Kajal

  • ભરૂચમાં રહેતા ભાઈએ અંકલેશ્વરની આંગડિયા પેઢીમાંથી રૂપિયા ઉઠાવ્યા
  • SOG એ દુબઈથી વહેંચણીનું લિસ્ટ આવે તે પેહલા જ કારમાં હવાલાના રોકડા સાથે આરોપીની કરી અટકાયત
  • ધોરણ 8 પાસ શકિલ સીરાજ પટેલ ભરૂચમાં વર્ષોથી બે સ્થળે ચલાવે છે મની એક્સચેન્જ
  • રોકડા 50 લાખ 50 હજાર, કાર અને મોબાઈલ મળી SOG એ ફૂલ 55.30 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો
  • શક્તિનાથ સર્કલ પરથી કારમાંથી 24 દિવસ પેહલા જ SOG એ હવાલાના ₹35 લાખ પકડ્યા હતા

ભરૂચમાં 24 દિવસ બાદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે વધુ એક હવાલકાંડ ઝડપી પાડ્યું છે. દુબઈથી ભાઈએ દક્ષિણ આફ્રિકાના યુવાન મારફતે અંકલેશ્વરની આંગડિયા પેઢીમાં પડાવેલા હવાલાના ₹50.50 લાખ રોકડા કારમાં લઈને જતા શેરપુરના શખ્સને પાંચબત્તીથી ઉઠાવી લેવાયો છે.

ભરૂચ જિલ્લામાં ભૂતકાળમાં અનેક વખત હવાલાકાંડનું ભૂત ધુણતું રહ્યું છે. જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ દ્વારા આર્થિક અપરાધો તેમજ ગતિવિધિઓ પર નજર રાખવા SOG ને સૂચન કરાયું હતું. સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના PI એ.એ.ચૌધરી અને PSI એ.વી.શિયાળીયા સ્ટાફને એલર્ટ કરી આવી ગતિવિધિઓ ઉપર નજર રાખતા હતા.

દરમિયાન SOG ના હે.કો. અનિરૂધ્ધસિંહ તથા નરેશભાઇને હવાલાના નાણાં અંગે બાતમી મળી હતી. શેરપુરા શાહીન એવેન્યુમાં રહેતો શકીલ હાફીજ સીરાજ પટેલ એમીયો કારમાં ગેરકાયદેસર હવાલાના રૂપિયા લઈ પસાર થનાર હોવાની માહિતીના આધારે વોચ ગોઠવાઈ હતી.

શહેરના પાંચબતી સર્કલ પાસે કાર આવતા રોકી ચેક કરતા રોકડા ₹50.50 લાખ મળી આવ્યા હતા. પ્રાથમિક પુછપરછ કરતા શકીલ કોઈ પુરાવા આપી નહિ શકતા CRPC ( 1) ડી મુજબ કાર્યવાહી કરાઈ છે. આરોપી પાસેથી રોકડા, કાર, મોબાઈલ મળી કુલ ₹55.30 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. હવાલા કાંડ અંગે ઇન્કમટેક્સ અને ED ને પણ જાણ કરાઈ છે.

ગેરકાયદે હવાલા કૌભાંડ અંગે SP કચેરીએ DYSP એમ.એમ. ગાંગુલીએ પત્રકાર પરિષદ યોજી આ હવાલાના 50 લાખ 50 હજાર આરોપી શકીલનો દુબઈમાં રહેતો ભાઇ સફીક એ સાઉથ આફ્રીકામાં રહેતા રીઝવાન નામના વ્યક્તિ મારફતે અંકલેશ્વરના વિષ્ણુ કાંતી આંગડીયા મારફતે મોકલ્યા હતા.

અગાઉ પણ આ પ્રકારનો 4 થી 5 વખત હવાલો મોકલાવેલ હોવાનું હાલ બહાર આવી રહ્યું છે. આ નાણા કોને કોને પહોચાડવાના હતા તેમજ અગાઉ તેના દ્વારા આ રીતે કેટલી વાર હવાલાના રૂપિયા બહારથી મંગાવવામાં આવેલા તે દિશામાં પણ એસ.ઓ.જી. ભરૂચનાઓ દ્રારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પકડાયેલો શકીલ ભરૂચમાં બે સ્થળોએ વર્ષોથી મની એક્સચેન્જનું કામ કરે છે અને તેનો ભાઈ સફીક દોઢ વર્ષ પેહલા જ દુબઈ ગયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security