Home Food વધેલી રોટલીમાંથી બનાવો ટેસ્ટી સેન્ડવિચ…

વધેલી રોટલીમાંથી બનાવો ટેસ્ટી સેન્ડવિચ…

0

Published by : Rana Kajal

મોટાભાગનાં ઘરોમાં વધેલી રોટલીને ફેંકી દેવામાં આવે છે. પરંતુ તમને જણાવી દઇએ કે તમે વધેલી રોટલીમાંથી તમે અનેક પ્રકારની જાતજાતની વાનગીઓ બનાવી શકો છો. વધેલી રોટલીમાંથી આજે અમે તમને ટેસ્ટી સેન્ડવિચ બનાવતા શિખવાડીશું. આ સેન્ડવિચ તમે ખૂબ સરળતાથી ઘરે બનાવી શકો છો. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો આ સેન્ડવિચ.

બનાવવાની રીત

  • વધેલી રોટલીમાંથી સેન્ડવિચ બનાવવા માટે સૌથી પહેલા એક કઢાઇ લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો.
  • તેલ ગરમ થઇ જાય એટલે એમાં ડુંગળી નાખીને 1 થી 2 મિનિટ માટે શેકી લો.
  • ત્યારબાદ આદુ અને લસણની પેસ્ટ નાંખીને સાંતળી લો.
  • તમને ગમતા શાકભાજી નાંખો અને બે મિનિટ માટે થવા દો.
  • ધ્યાન રહે કે આ શાકભાજી તમારે બહુ થવા દેવાની નથી. જો એકદમ ચઢી જશે તો સેન્ડવિચ ખાવાની મજા નહીં આવે.
  • હવે સ્વીટ કોર્ન નાખો અને બે મિનિટ માટે થવા દો.
  • ત્યારબાદ આમાં સ્વાદઅનુસાર મીઠું, કાળા મરીનો પાવડર, કાશ્મીરી લાલ મરચુ નાંખીને 2 થી 3 સેકન્ડ માટે સાંતળી લો.
  • ત્યારબાદ આમાં ટોમેટો સોસ અને ચીલી સોસ નાખીને સારી રીતે મિક્સ કરી લો.
  • આ મિશ્રણને એક પ્લેટમાં લઇ લો અને નોર્મલ ટેમ્પરેચર પર ઠંડુ થવા દો.
  • એક પેનને ગરમ કરો અને એમાં એક ચમચી બટર નાંખો. ત્યારબાદ વધેલી રોટલીને બન્ને બાજુ શેકીને એક પ્લેટમાં લઇ લો.
  • રોટલીમાં ટોમેટો સોસ લગાવો અને પછી તૈયાર કરેલા શાકભાજીથી ફિલિંગ કરી લો.
  • ત્યારબાદ આમાં લીલી ચટણી, ડુંગળી, ખીરાની સ્લાઇસ અને પનીરની પાતળી સ્લાઇસ અને ચીઝ સ્પ્રેડ કરો.
  • હવે બીજી રોટલીની મદદથી ઉપર પેક કરી દો અને બે સેકેન્ડ માટે શેકી લો.
  • ચીઝ પીગળવા લાગે તો સેન્ડવિચને ચોપિંગ બોર્ડ પર રાખીને પિઝા કટરની મદદથી બે ટુકડામાં કટ કરી લો.
  • પછી ઉપરથી ચીઝ છીણીને ફરી નાંખો.
  • એક સર્વિંગ પ્લેટમાં ટોમેટો સાથે આ સેન્ડવિચ સર્વ કરો.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version