લગ્નનો દિવસ કોઈપણ કપલ માટે ખૂબ જ ખાસ હોય છે. આ દિવસને યાદગાર બનાવવા માટે લોકો અલગ-અલગ રીત અપનાવે છે. હાલના સમયમાં પ્રી-વેડિંગ શૂટનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે. આવામાં ઘણી વખત વર-કન્યા ફોટોશૂટ માટે અજીબોગરીબ રીત અપનાવે છે, જે ચર્ચાનો વિષય બની જાય છે. આવું જ એક પ્રી-વેડિંગ શૂટ સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બની રહ્યું છે.
આ પ્રી-વેડિંગ શૂટમાં વરરાજા માથા પર ઉભા રહીને ફોટો પડાવતા જોવા મળે છે, જેને જોઈને લોકો ચોંકી ગયા હતા. વીડિયોમાં વર ‘શીર્ષાસન’ કરી રહ્યો છે જ્યારે દુલ્હન ભરતનાટ્યમ સ્ટાઇલમાં પોઝ આપી રહી છે.વીડિયોને 12 હજારથી વધુ લાઈક્સ અને હજારો કોમેન્ટ્સ પણ મળી છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું- આ દિવસોમાં પ્રી-વેડિંગ ફોટોશૂટના નામે કંઈ પણ થઈ રહ્યું છે.