Home Bharuch વાગરાના જોલવામાં વિધાનસભા ચૂંટણી બાદ વરવા દ્રશ્યો, જૂની અદાવતે ભાજપ અને કોંગ્રેસના...

વાગરાના જોલવામાં વિધાનસભા ચૂંટણી બાદ વરવા દ્રશ્યો, જૂની અદાવતે ભાજપ અને કોંગ્રેસના બે જૂથ વચ્ચે ઘર્ષણ, સામે આવ્યા CCTV

0

– વાગરાના કોંગ્રેસના ઉમેદવારની ભાજપના આગેવાનના પાણીના પ્લાન્ટ નજીક કાર પાર્કને લઈ સર્જાયું ધીંગાણું, 5 ને ઇજા

– કોંગ્રેસના સુલેમાન પટેલના ડ્રાઈવરને માર મરાયો, કારના કાચની તોડફોડ

– ભાજપના દેવેન્દ્ર પ્રજાપતિએ તેમની કાર પાંચથી છ લોકો ઉપર ચઢાવ્યાનો આક્ષેપ

– ધીંગાણામાં કોંગ્રેસના પરાજિત ઉમેદવારના ભત્રીજાને ચપ્પુના ઘા ઝીકાયાની વહેતી થયેલી વાતો

– દંડા, બેટ અને ઈંટો લઈ યુવાનો અને મહિલાઓ સામ સામે આવી ગયા હોવાના CCTV આવ્યા સામે

– બન્ને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ, જે બાદ જ સાચી હકીકત બહાર આવશે

વાગરા તાલુકાના કોંગ્રેસના પરાજિત ઉમેદવારના જોલવા ગામથી જૂની અદાવતે બે જૂથો વચ્ચે ઘર્ષણના CCTV સામે આવ્યા છે. ભાજપ અને કોંગ્રેસના બન્ને જૂથો એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ સાથે તૂટી પડતા 5 જેટલા લોકોને ઇજા પણ પોહચી છે.

સીસીટીવી અને પ્રાથમિક માહિતી મુજબ જોલવા ગામે કોંગ્રેસના ઉમેદવાર સુલેમાન પટેલની કાર ભાજપના આગેવાન દેવેન્દ્ર પ્રજાપતિના પાણીના પ્લાન્ટ પાસે પાર્ક કરી હતી. જેને લઈ ધીંગાણું સર્જાયું હોવાના અહેવાલો હાલ તો સામે આવ્યા છે.

જૂની અદાવતે ભાજપ અને કોંગ્રેસના બે જૂથ સામ સામે આવી ગયા હતા. હાથમાં દંડા અને બેટ તેમજ ઈંટ લઈ યુવાનો તેમજ મહિલાઓ એક બીજા સાથે ઘર્ષણમાં ઉતર્યા હોવાના સીસીટીવી આવ્યા હતા. જેમાં દેવેન્દ્ર પ્રજાપતિએ 4 થી 7 યુવાનો ઉપર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હોવાના પણ આક્ષેપ કરાયા છે.

તો બીજી તરફ સુલેમાન પટેલના ડ્રાઈવરને માર મારી કારની તોડફોડ કરાયા હોવાની વિગતો પણ બહાર આવી છે. કોંગી આગેવાન અને ઉમેદવારના ભત્રીજા ઉપર ચપ્પુથી હુમલો કરાયો હોવાની બિન આધારભૂત વિગતો પણ વહેતી થઈ છે. આ ઘર્ષણમાં 5 જેટલા લોકોને ઇજા પોહચતા ભરૂચ ખાતે સારવાર અર્થે લવાયા છે. દહેજ પી.આઈ. એ સ્થળ ઉપર અને ભરૂચ આવી ઇજાગ્રસ્તો સહિતના નિવેદનો લઈ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. બન્ને પક્ષે ફરિયાદ બાદ જ ધીંગાણા અંગે સાચી હકીકત બહાર આવી શકશે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version