Wednesday, May 6, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeAccidentવાગરાના મુલેર ગામે ગંધાર પાસે 8 ડૂબ્યાં, 6 ને દરિયો ભરખી ગયો

વાગરાના મુલેર ગામે ગંધાર પાસે 8 ડૂબ્યાં, 6 ને દરિયો ભરખી ગયો

  • દરિયા કાંઠે ફરવા ગયેલા એક જ પરિવારના મોટેરા સહિત બાળકો અમાસની ભરતીમાં 3 કિમી સુધી દરિયો ખેંચી ગયો
  • નાનો ભાઈ ડૂબવા લાગતા તેને બચવવા એક બાદ એક પરિવારના સભ્યો ગરક થતા ગયા
  • ભરૂચની બરોડા હાર્ટ હોસ્પિટલ ખાતે સ્વજનોના કલ્પાંતથી વાતાવરણ ગમગીન બન્યું
  • વાગરા ધારાસભ્ય, જિલ્લા પોલીસ વડા, RDC સહિત પોલીસ કાફલો હોસ્પિટલ પોહચ્યો

શનિ જ્યંતી અને અમાસની મોટી ભરતીએ જ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર નજીક ગંધાર પાસે દરિયા કાંઠે ફરવા ગયેલા એક જ પરિવારના બાળકો, મહિલા સહિત 8 લોકો દરિયામાં ડૂબવા લાગ્યા હતા. જે પૈકી 6 હતભાગીઓને દરિયો ભરખી જતા ગમગીની છવાઈ ગઈ છે.

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામના ગંધાર તરફ દરિયો કાંઠો આવેલો છે. જ્યાં મુલેર ગામે જ રહેતા એક જ પરિવારજના સભ્યો બાળકો સાથે ફરવા ગયા હતા. અમાસને લઈ દરિયાની મોટી ભરતી અચાનક આવી જતા પાણીમાં બાળકો તણાઈ રહ્યા હોવાના દ્રશ્યો જોઈ પરિવારજનો એકબીજાને બચાવવાના પ્રયાસ કર્યા હતા. ભરતીના પાણી પુર ઝડપે આવી જતા ડૂબી જવાના કારણે 6 લોકોના મોત અને 2 લોકો સારવાર હેઠળ છે.

દરિયાકાંઠે બેઠા હતા અને બાળકો રમત રમી રહ્યા હતા તે દરમિયાન જ દરિયાની મોટી ભરતી અચાનક આવી જતા સતત ભરતીના પાણી આવી પહોંચતા કાંઠે રમતું ગોહિલ પરિવારનું નાનું બાળકો દરિયાના પાણીમાં તણાવા લાગ્યું હતું. આ દ્રશ્યો જોઈને પરિવારજનો એ તથા અન્ય લોકોએ બાળકોને બચાવવાના પ્રયાસો કર્યા હતા.

પરંતુ દરિયાની ભરતી વધુ પ્રમાણમાં આવી પહોંચતા બાળકોને બચાવવા પણ મુશ્કેલી બની ગયા હતા. અને દરિયો એક બાદ એક 8 લોકોને 3 કિમી સુધી ખેંચી ગયો હતો. ઘટનામાં બચી ગેયલી એક દીકરીએ પિતાને મોબાઈલ ઉપર તેઓનું લોકેશન મોકલું હતું. જ્યારે બીજી દિકરીએ ફોન કરી ઘટનાની જાણ કરતા પરિવારજનો અને ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યા હતા.

દરિયાના ભરતીના પાણીમાં પણ કાદવ કિચડના સામ્રાજ્ય વચ્ચે સ્થાનિકોએ પણ દરિયાના ભરતીના પાણીમાં તણાઈ ગયેલાઓને શોધવાના પ્રયાસો કર્યા હતા. નાવડીની મદદથી જેમ બાળકો અને મોટેરાઓને બહાર કાઢી ભરૂચ હોસ્પિટલ ખાતે ખસેડીને સારવાર અપાવી હતી. જેમાં ભરૂચની ખાનગી હોસ્પિટલમાં લાવતા 5 લોકોને તપાસતા તબીબે મરણ જાહેર કર્યા હતા. જ્યારે એક વ્યકિતનું વાગરામાં જ મૃત્યુ થયું હતું. આ ગોઝારી ઘટનામાં બે દીકરીઓ બચી ગઈ છે. અને હાલ સઘન સારવાર હેઠળ છે.

એક જ પરિવારના 6 લોકોના મોતથી ગમગીની ફેલાઈ ગઈ છે. હોસ્પિટલ ખાતે મૃતકના સ્વજનોના આક્રંદથી વાતાવરણ શોકમય થઈ ગયું હતું. વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ, RDC એન.આર.ધાંધલ સહિતનો કાફલો આવી પોહચ્યો હતો.

હતભાગી મૃતકો

દશરથ દિલીપભાઈ ઉ.વ. 19
તુલસીબેન બળવંતભાઈ ઉ.વ. 20
જાનવીબેન હેમંતભાઈ ઉ.વ. 05
આર્યાબેન રાજેશભાઇ
રીંકલબેન બળવંતભાઈ ઉ.વ.15
રાજેશ છત્રસિંહ ગોહિલ ઉ.વ 38

સારવાર હેઠળ

કિંજલબેન બળવતભાઈ ગોહિક ઉવ. 19
અંકિતાબેન બળવતભાઈ ઉ.વ. 17

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security