Published by : Vanshika Gor
- રામજી મંદિર તોડી આલીશાન મહેલ બન્યું અને કોર્ટે લપડાક આપતાં આશિયાના છોડવા મહંત મજબુર બન્યાનો કિસ્સો
ભરૂચ તાલુકા તેમજ વાગરા વિધાનસભામાં આવેલ દેત્રાલ ગામે શ્રી ઠાકોરજી ઉર્ફે રામજી મંદિર મહાદેવ મંદિર ધર્મશાળામાં રામજી મંદિર તોડી એક શખ્સએ પોતાનું આલીશાન મકાન બનાવી દીધું હતું.જે ગ્રામજનોને ગમ્યું ન હતું, જોકે મહંત ગજાનંદ ભરૂચ ભાજપમાં ઉંચો હોદ્દો ધરાવતા હોય ગ્રામજનો અંદરોઅંદર ચર્ચા કરવા સિવાય કોઈ રસ્તો ન હતો. ગામના જ સામાજિક આગેવાન મુબારક વલી મન્સૂરી અને ગ્રામજનો આ બાબતે વર્ષ ૨૦૧૦ માં વહીવટી તંત્ર સામે લડતની શરૂઆત કરી હતી. જોકે વર્ષ ૨૦૧૭માં મુબારક વલીનું મૃત્યુ થયા બાદ પોતાના નાના ભાઈની લડતને ન્યાય અપાવવાની નેમ લઈ અમદાવાદમાં ચાની લારી ચલાવતાં મોટાભાઈ મહમદવલી મન્સૂરીએ પણ લડત ચાલુ કરી હતી.
વર્ષ ૨૦૧૯માં ચેરિટી કમિશનર સાહિતના વહીવટીતંત્રમાં ફરિયાદ ચાલી હતી. તારીખ પે તારીખની લડત બાદ નડિયાદના વકીલ ચિરાગભાઈ પરીખની મહેનત રંગ લાવી હતી અને તા.૧૭/૦૧/૨૦૨૩ના હુકમના આધારે રામજી મંદિરનું નામ આખરે દેત્રાલ ગામના ટ્રસ્ટના નામે થયું હતું.