વડોદરા રેજના ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષકની રીડર શાખાના પી.આઈ.પી.એન.પટેલના માર્ગ દર્શન હેઠળ રીડર શાખાના એસ.એસ.આઈ.સાગર રાવ સહિતનો સ્ટાફ ભરૂચ જીલ્લામાં પ્રોહીબીશનની રેલમછેલ અટકાવવા પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા તાલુકાના હિરાપોર ગામના ટેકરી ફળિયામાં રહેતો કુખ્યાત બુટલેગર મહેન્દ્ર ઉર્ફે મલો રવિયા વસાવા વિદેશી દારૂનું વેચાણ થાય છે જેવી બાતમીના આધારે રીડર શાખાએ દરોડા પાડ્યા હતા
પોલીસે સ્થળ પર રહેલ ઇકો ગાડી નંબર-જી.જે.૧૬.બી.એન. 6762માં મુકેલ વિદેશી દારૂની ૪૩ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ૬ હજારથી વધુનો દારૂ અને ૧ લાખની ઇકો કાર મળી કુલ રૂપિયા ૧.૦૬ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કુખ્યાત બુટલેગર મહેન્દ્ર ઉર્ફે મલો રવિયા વસાવાને ઝડપી પાડી વાલિયા પોલીસ મથકને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.