Published by : Anu Shukla
ભારત દેશના બાળકોથી લઈને યુવાનો સુધીના તમામ લોકો રમતગમત માટે રમતના મેદાનમા જતા નથી. પરંતુ મોબાઇલના મેદાનમાં રમતો રમવાનો સંતોષ માની લે છે. આ બાબત અત્યંત જોખમી બની શકે છે અને આવી આદતોના પગલે ગંભીર બીમારીઓના શિકાર થવાની શક્યતાઓ વધી જાય છે.
આ અંગે વિગતે જોતા દેશમાં ઓનલાઇન ગેમિંગની આદતના કારણે અનેક યુવાનોની શારીરિક પ્રવૃત્તિ ઘટી રહી છે. દેશના 74% બાળકોના રોજ સરેરાશ 30 મિનિટ પણ મેદાનમાં રમતા નથી, જ્યારે 16થી 34 વર્ષના 59% લોકો પણ ઓનલાઇન ગેમિંગ પાછળ ત્રણ કલાક વિતાવે છે. આ પૈકી 18-25 અને 30-35 વર્ષના લોકોને સ્પોર્ટ્સ બેટિંગ સૌથી વધુ પસંદ છે. તો 25-30 વર્ષના લોકોને ફેન્ટસી સ્પોર્ટ્સ વધુ પસંદ છે. યુ.કે. ઇન્ડિયા દ્વારા દેશની ગેમિંગ ઇન્ડસ્ટ્રીને લઇને જારી રિપોર્ટમાં આ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. લુડો, રમી, પોકર, હોર્સ રેસિંગ, ફેન્ટસી સ્પોર્ટ્સ અને સ્પોર્ટ્સ બેટિંગ કરનારા યુઝર્સની સરેરાશ ઉંમર માંડ 32.4 વર્ષ છે.
જો પ્રતિ ગેમની વાત કરીએ તો રમી પર એક ખેલાડી સરેરાશ રૂ. 634, પોકર પર રૂ. 753, હાઇ સ્ટોક્સ પોકર પર રૂ. 1753 અને સ્પોર્ટ્સ બેટિંગ પર સૌથી વધુ રૂ. 4120 લગાવે છે. 47% લોકો સપ્તાહમાં એકવાર, 27% લોકો બે-ત્રણ વાર, 6% લોકો ચાર-પાંચ વાર, 20% લોકો પાંચથી વધુ વાર રમે છે. સ્પોર્ટ્સ બેટિંગ કરનારામાં સૌથી મોટો (39.4%) હિસ્સો ઉત્તર ભારતનો છે. 37.5% સાથે પશ્ચિમ ભારત બીજે, પૂર્વ ભારત (18.1%) ત્રીજા, દક્ષિણ ભારત (4.3%) ચોથા અને મધ્ય ભારત (0.7%) પાંચમા ક્રમે છે. રિયલ ગેમ, 41% લોકો ફિઝિકલી એક્ટિવ નથી.
વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ પ્રમાણે, ભારતમાં 11થી 17 વર્ષના 74% બાળકો શારીરિક રીતે પ્રવૃત્ત નથી અથવા તો સપ્તાહમાં 150 મિનિટ પણ મેદાન પર કે અન્ય કોઇ શારીરિક પ્રવૃત્તિ નથી કરતા. દેશમાં 41% લોકો ડબલ્યુએચઓની ગાઇડલાઇન્સ પ્રમાણે શારીરિક રીતે સક્રિય નથી. 18થી 70 વર્ષના 35% લોકો આ માપદંડમાં ખરા નથી ઉતરતા. 70થી વધુ ઉંમરના 49% લોકો બિલકુલ સક્રિય નથી.
દેશમાં 11% સપ્તાહમાં એક કલાકથી પણ ઓછો સમય પ્રવૃત્ત રહે છે. આશરે 14% લોકોએ કહ્યું છે કે, તેઓ કોઇ જ શારીરિક પ્રવૃત્તિ નથી કરતા. 22% લોકો સપ્તાહમાં એક-બે કલાક, 15% ત્રણ-ચાર કલાક અને 13% જ પાંચ-છ કલાક શારીરિક પ્રવૃત્તિ કરે છે. આવા કારણોના પરિણામે સ્થૂળતા, ડાયાબિટીસ, હાર્ટના દર્દી વધ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના મતે, શારીરિક રીતે સક્રિય નહીં હોવાના કારણે દેશમાં 18 વર્ષથી વધુના 7.7 કરોડ ડાયાબિટીસ ટાઇપ-2ના શિકાર. 2.5 કરોડ પ્રિ-ડાયાબિટિક. દર વર્ષે 28 લાખ લોક સ્થૂળતાનો શિકાર થઇને મોતને ભેટે છે. દેશમાં 47 લાખ લોકોને હૃદયની બીમારીઓ છે. લોકો ઓસ્ટિયોપોરોસિસ એટલેકે નબળા હાડકાની બીમારીથી પીડાય તે 1990માં આંકડો 23 લાખ હતો જે હાલ 6.1 કરોડ છે.
શારીરિક રીતે સક્રિય નહીં હોવાથી અનેક પ્રકારના કેન્સરનો ખતરો. દેશમાં 14 લાખથી વધુ લોકો તેની ચપેટમાં છે. તેમજ મસ્તિષ્કમાં રક્ત પ્રવાહ નહીં પહોંચવાના કારણે સ્ટ્રોક થવાનું મોટું કારણ પણ આ જ છે. દેશમાં સ્ટ્રોકના પણ આશરે 65 લાખ કરતા વધુ દર્દી છે.