સરહદ પર વધતા આતંકવાદને લઈને પાકિસ્તાનને આતંકી કેન્દ્ર કરાર આપવાને લઈને અગાઉ વિદેશ મંત્રીએ આ મુદ્દો રાખ્યો હતો. જે બાદ ભારત અને ચીન વચ્ચેના ચાલી રહેલ વિવાદને લઈને વિદેશ મંત્રીએ ચીનના ભારત સાથે દ્વિપક્ષીય સંબંધોને લઈને કહ્યું હતુ કે ચીન મુદ્દો આપણા માટે એક ગંભીર પડકારરુપ છે. જે પહેલા તેઓ ચીન સાથે ભારતના દ્વિપક્ષીય સંબંઘોને અસામાન્ચ બતાવી રહ્યા હતા જે બાદ તેમનું ચીન મુદ્દો ગંભિર અને પડકારરુપ હોવાની ટીપ્પણી ઘણી ચર્ચાય રહી છે. ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં ભારતીય સમુદાયને સંબોધીત કરતા જય શંકરે કહ્યું હતુ કે પીએમ મોદીની સરકાર દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષામાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે.
તેમણે જણાવ્યુ હતુ કે ચીન સાથેની ઉત્તર ભારતીય સરહદો પર આપણે જે ગંભીર પડકારનો સામનો કરીએ છીએ તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે, તેમણે જણાવ્યું હતું કે વિદેશ મંત્રી એસ. જયશંકરે સોમવારે ચેક રિપબ્લિક, સ્લોવાક રિપબ્લિક અને ઓસ્ટ્રિયાના વિદેશ મંત્રીઓ સાથે પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.યુક્રેનમુદ્દે પણ જયશંકરે કહ્યું રશીયા-યુક્રેન વોરને લઈને પણ વિદેશ મંત્રીએ પાછલા દિવસોમાં અલગ અલગ બેઠકો કરીને ચીતા વ્યક્ત કરી હતી. તેમણે ભારતની સ્થિતી અંગે વાત કરતા કહ્યું હતુ કે મતભેદોને હિંસા અને યુદ્ધના માધ્યમથી નથી સુલnaજાવી શકતા . જેને લઈને તેમણે કહ્યુ હતુ કે પરિસ્થિતિનો આસાનીથી ઉકેલ લાવી શકાતો નથી તે સ્વીકારતા, તેમણે કહ્યું કે જે દેશ માને છે કે સંવાદ દ્વારા એકમાત્ર ઉકેલ છે તેઓ બોલે અને મક્કમ રહે તે મહત્વનું છે.
આતંકવાદ મુદ્દે પાકિસ્તાનની ઝાંટકણી સરહદ પર આતંકવાદને પ્રોત્સાહન આપતા જયશંકરે પાકિસ્તાનની આકરા શબ્દોમાં ઝાંટકણી કાઢી છે. ત્યારે આ અંગે તેમણે કહ્યુ હતુ કે દુનિયાએ આતંકવાદને લઈને ચિંતિત થવાની જરુર છે. પાકિસ્તાનને આતંકવાદનું કેન્દ્ર કહેતા જયશંકરે ઑસ્ટ્રિયાના રાષ્ટ્રીય પ્રસારક ORFને આપેલા એક ઇન્ટરવ્યુ દરમિયાન, તેમણે યુરોપિયન દેશોની ટીકા કરી કે દાયકાઓથી ચાલી રહેલા આતંકવાદની નિંદા કરી હતી.
જયશંકરે કહ્યું ભારત આંતકવાદનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનના સંદર્ભમાં જયશંકરે કહ્યું હતુ કે એક એવો દેશ છે જેણે થોડા વર્ષ પહેલા ભારતની સંસદ પર હુમલો કર્યો હતો, તેમજ મુંબઈ શહેરની હોટલ પર તો આતંકી હુમલો કર્યો હતો. ત્યારે આજે પણ દિવસ રાત આતંકીઓની ભારતમાં ઘુસણખોરીને જોતા ભારત આતંકવાદનો સામનો કરી રહ્યું છે




