Published By:-Bhavika Sasiya
- રાજ્યની મારવાડી યુનિવર્સિટીમાંથી મળી આવેલા છોડ ગાંજાના છે તેવો ચોંકાવનારો ખુલાસો એફએસએલના રિપોર્ટમાં થયો છે.
વિદ્યાના ધામ ગણાતા એવા મારવાડી યુનિવર્સિટીમાં વિદ્યાની સાથો સાથ નશાનો પણ કારોબાર થતો હોય તેવી ચર્ચા ચાલી રહી છે. રાજકોટ શહેરની મારવાડી યુનિવર્સિટી ખાતે ગત 13 મી એપ્રિલના રોજ રાજકોટ શહેર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આખરે ત્રણ મહિના બાદ એફ.એસ.એલ.નો રિપોર્ટ આવતા કુવાડવા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.આર દેસાઈ દ્વારા અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ NDPS એક્ટ અંતર્ગત ગુનો નોંધાવવામાં આવ્યો છે કુવાડવા પોલીસને કરાયેલ ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું છે કે,13 મી એપ્રિલ 2023 ના રોજ મારવાડી યુનિવર્સિટી ખાતે સિક્યુરિટી ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવનારા નીતિન ચૌહાણ દ્વારા મારવાડી કોલેજ યુનિવર્સિટીના કેમ્પસ માંથી શંકાસ્પદ માદક પદાર્થના છોડ મળી આવેલા છે. તે બાબતની જાણ કરવામાં આવી હતી. તેમજ સમગ્ર મામલે કુવાડવા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. તો સાથે જ એફએસએલના અધિકારી એસ.એચ ઉપાધ્યાયની પણ મદદ મેળવવામાં આવી હતી. મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલા બિલ્ડીંગ બોયઝ હોસ્ટેલની પાછળની દીવાલના ભાગે આવેલા બગીચા પાસે કરણના ઝાડ વાવેલા છે. તેમજ તેની આજુબાજુ લીલા વનસ્પતિ જન્ય છોડવાનો ઢગલો મળી આવ્યો હતો. ત્યારે પોલીસે ઘટના સ્થળ પરથી 23 જેટલા ગાંજાના છોડ કબજે કર્યા હતા. ત્યારબાદ તેને પરીક્ષણ અર્થે ગાંધીનગર ખાતે મોકલવામાં આવતા પરીક્ષણમાં શંકાસ્પદ છોડવા ગાંજાના જ હોવાનું સામે આવ્યું છે. તેમજ ગાંધીનગર ખાતે થયેલા પરીક્ષણમાં છોડવામાં ટેટ્રા હાઇડ્રો કેનાબીનોલ, કેનાબીનોલ તેમજ તેના કેનાબીડીઓલ જેવા ઘટકોની માત્રા મળી આવી છે. તે સાથે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની તપાસ દરમિયાન મારવાડી યુનિવર્સિટી જેવા વિદ્યાના ધામ ગણાતા સ્થળે કેટલા સમયથી નશાકીય ગાંજાના છોડનું વાવેતર ચાલી રહ્યું હતું.તેમ પણ જાણવા મળેલ છે કોઈ વિદ્યાર્થી કે અન્ય સ્ટાફ યુનિવર્સિટી કેમ્પસમાં ઉગાડવામાં આવેલ ગાંજાના છોડમાંથી તેનું સેવન કરી રહ્યો હતો કે કેમ તે બાબતે તપાસમાં શું સામે આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે. હાલ તો મારવાડી યુનિવર્સિટી ખાતે નેકની ટીમ પરીક્ષણ અર્થે આવી રહી છે…