Thursday, May 14, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeInternationalવિનાશક ભૂકંપથી ચાર દેશ ધણધણ્યા...

વિનાશક ભૂકંપથી ચાર દેશ ધણધણ્યા…

Published by : Anu Shukla

  • તુર્કીયે, લેબેનોન, ઇઝરાયલમાં 100થી વધું મોત નીપજ્યા….
  • હજી પણ અનેક લોકો કાટમાળ નીચે દટાયેલા….
  • આજે તા 6 ફેબ્રુઆરીની વહેલી સવારે ભૂકંપના પગલે ચાર દેશોમાં તબાહીનુ તાંડવ મચી ગયું હતું…

તુર્કીયેમાં આજે સવારે 7.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનો ઝટકો રાજધાની અંકારા, નૂરદગી શહેર સહિત 10 શહેરોમાં અનુભવ થયો. આ સિવાય સીરિયા, લેબેનોન અને ઇઝરાયલમાં ભૂકંપના ભયંકર ઝટકા અનુભવ કરવામાં આવ્યાં હતા.

તુર્કીયેમાં અત્યાર સુધી 53 લોકોના મૃત્યુની જાણકારી મળી છે. જેમાં 5 લોકોના મોત ઓસ્માનિએ શહેરમાં થયાં. સેનલુઇર્ફા શહેરમાં 12 લોકો માર્યા ગયા છે. આ 2 શહેરોમાં 50 ઇમારતો ધરાશાયી થઈ છે. ત્યાં જ, સીરિયામાં 42 લોકો માર્યા ગયા છે. જ્યારે ગાઝિયાટેપ શહેરમા ઘણી ઇમારતો નાશ પામી હતી. ભૂકંપ આવ્યો ત્યારે લોકો પોતાના ઘરમાં સૂતા હતા.તુર્કીયેમાં રાહત અને બચાવ કાર્ય માટે સેના તૈનાત કરવામાં આવી છે. સૈનિકો કાટમાળમાંથી લોકોને બહાર કાઢતાં જોવા મળી રહ્યા છે.

સતત 3 ભૂકંપ આવ્યા

યૂનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS)ના જણાવ્યા પ્રમણે પહેલાં ભૂકંપનું કેન્દ્ર કહરામનમારસ પ્રાંતના ગાઝિયાન્ટેપ શહેરથી 30 કિલોમીટર દૂર અને જમીનથી લગભગ 24 કિલોમીટર નીચે હતું. લોકલ સમય પ્રમાણે આ ભૂકંપ સવારે 4.17 મિનિટે આવ્યો. તેની 11 મિનિટ પછી 6.7 તીવ્રતાનો બીજા ભૂકંપ પછી 19 મિનિટ પછી 5.6 તીવ્રતાનો ત્રીજો ભૂકંપ પણ આવ્યો. અનેક લોકો કાટમાળ નીચે દબાઈને મૃત્યુ પામ્યા હોવાની આશંકા જણાવવામાં આવી રહી છે. લોકોને બચાવવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે. જૉકે કેટલાક સિરિયન શરણાર્થીઓ ભૂકંપના કેન્દ્રની નજીક રહે છે ભૂકંપના કેન્દ્રની પાસે આવેલા ગાઝિયાટેપ શહેરમાં ઘણા સિરિયન શરણાર્થીઓ રહે છે. યુનાઇટેડ નેશન્સ કમિશનર ફોર રેફ્યુજીઝના જણાવ્યા અનુસાર, વિશ્વમાં સૌથી વધુ શરણાર્થીઓ તુર્કીયેમાં રહે છે. એમાંથી 35 લાખ સિરિયન શરણાર્થીઓ છે. ગાઝિયાબાદથી તેમની મદદ માટે મોટાં ઓપરેશન ચલાવવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security