Home News Update Nation Update સાધુ અને સંતો ભાજપના રાજકીય શસ્ત્રો…? ચાલતી લોકચર્ચા… હવે ચારે તરફથી ઘેરાયેલા...

સાધુ અને સંતો ભાજપના રાજકીય શસ્ત્રો…? ચાલતી લોકચર્ચા… હવે ચારે તરફથી ઘેરાયેલા બ્રિજભૂષણ સાધુ સંતોના શરણે…

0

Published by : Rana Kajal

  • બ્રિજ ભૂષણ સ્વ બચાવ માટે સાધુ-સંતો સહિત રેલી કાઢશે….

ભારતીય જનતા પક્ષનો રાજકીય ઇતિહાસ જોતા સ્પષ્ટ પણે જણાઇ આવે છે કે જ્યારે પણ ભાજપના નાના મોટા નેતાઓ ચારે તરફથી ઘેરાઈ જાય અને તેમાંથી નીકળવાનો કોઇ માર્ગ ન મળે ત્યારે તેઓ સાધુ અને સંતોના ચરણોમાં જઈ પડે છે…. મહારાજ મને બચાવી લો…આવી જ હાલત હાલ બ્રીજભૂષણની જણાઈ રહી છે.ચાલતી લોકચર્ચા મુજબ તેઓ ચારે તરફથી ઘેરાઈ ચૂક્યા છે.ત્યારે હવે સાધુ અને સંતોના શરણે પહોચી ગયાં છે.ભાજપના નાના મોટા નેતાઓ હમેશા આમજ કરતા હોય છે તેમાં કંઈ નવું નથી.હવે લોકોમા જે ચર્ચા ચાલી રહી છે તે મુજબ બ્રીજ ભૂષણને સાધુ અને સંતો ના આશીર્વાદ ફળે છે કે નહી તેતો ચોક્કસ આવનાર સમય કહેશે..

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ સિંહે જાતિય સતામણીના આરોપોથી બચવા હિંદુત્વનો સહારો લીધો છે. બ્રિજભૂષણ શરણ સિંહે ૫ જૂને અયોધ્યામાં પોતાના બચાવમાં રેલીના આયોજનની જાહેરાત કરી છે. આ રેલીમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો અને હિંદુવાદી સંગઠનોના નેતા ભાગ લેશે. સંતોનું કહેવું છે કે, બ્રિજભૂષણ સામેના આરોપો ખોટા છે અને પોક્સો એક્ટનો દુરુપયોગ થઈ રહ્યો છે. બ્રિજભૂષણની આ હરકતો સામે ભાજપ હાઈકમાન્ડ આંખ આડા કાન કરી રહ્યું છે ત્યારે ભાજપના ઘણા નેતા નારાજ છે. ભાજપના નેતાઓનું માનવું છે કે, અયોધ્યાનો ઉપયોગ બ્રિજભૂષણનો બચાવ કરવા કરાઈ રહ્યો છે એ શરમજનક કહેવાય. ભાજપના આ નેતાઓ સારી રીતે જાણે છે કે હવે લોકસભાની ચૂંટણીને આડે ગણતરીનો સમય રહી ગયો છે ત્યારે નાની ચિનગારી ભીષણ રાજકીય દવાનલ ઉભો કરી શકે છે. તેમાં પણ આ મુદ્દો તો અતિશય સંવેદન શીલ મુદ્દો છે જેમા મહીલા ઓની લાગણી પણ સામેલ છે..

યોગી આદિત્યનાથે આ રેલીને મંજૂરી ના આપવી જોઈએ અને યુપીને કુશ્તીબાજો વિરૂધ્ધ બ્રિજભૂષણની લડાઈનો અખાડો ના બનવા દેવો જોઈએ. એમ પણ કેટલાક ભાજપના નેતાઓ માની અને સમજી રહ્યાં છે…ભાજપના ટોચના નેતાઓના મૌન અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. તો લોકો એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે મૌન એ ઍક સ્વીકૃતિનુ પ્રતિક છે. તો કેટલાક ઍવી ચર્ચા પણ જોર શોરથી કરી રહ્યા છે કે ન્યાયતંત્ર પર સૌને વિશ્વાસ હોવો જોઈએ ત્યારે બ્રીજભૂષણ સિંહ ને કેમ વિશ્વાસ નથી… અલબત્ત આવી લોક ચર્ચા ચાલી રહી છે

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version