Home Devotional વિશ્વનું સૌથી ઊંચું શિવ મંદિર…મંદિરમાં ભોલેનાથના ભુજાઓની થાય છે પૂજા…

વિશ્વનું સૌથી ઊંચું શિવ મંદિર…મંદિરમાં ભોલેનાથના ભુજાઓની થાય છે પૂજા…

0

Published By : Parul Patel

શ્રાવણ માસમાં ભગવાન ભોલેની પૂજાનું અનેરું મહત્વ છે. દેશભરમાં અનેક શિવ મંદિરો છે, પરંતુ સૌથી ઊંચું શિવ મંદિર ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે. જેને તુંગનાથ મંદિર કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ મંદિર પાંડવો દ્વારા બનાવવામાં આવ્યું હતું. તુંગનાથ પર્વત પર સ્થિત આ મંદિરની ઊંચાઈ 3640 મીટર છે. તુંગનાથ મંદિર પંચકેદાર (તુંગનાથ, કેદારનાથ, મધ્ય મહેશ્વર, રુદ્રનાથ અને કલ્પેશ્વર) માં સૌથી ઊંચા સ્થાને આવેલું છે. એવું માનવામાં આવે છે કે આ સ્થાન પર ભગવાન શિવ હાથના રૂપમાં બિરાજમાન છે. એટલા માટે આ મંદિરમાં ભગવાન શિવની ભુજાઓની પૂજા કરવામાં આવે છે.

તુંગનાથ મંદિર વિશે દંતકથા એવી છે કે, તેનું નિર્માણ પાંડવોએ કરાવ્યું હતું. મહાભારતના યુદ્ધમાં નરસંહારના કારણે ભગવાન શિવ પાંડવોથી નારાજ થયા હતા ત્યારે પાંડવોએ તેમને પ્રસન્ન કરવા માટે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. એવું કહેવાય છે કે માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ તરીકે મેળવવા માટે તુંગનાથ પાસે તપસ્યા કરી હતી.
તુંગનાથ મંદિરની મુલાકાત ચંદ્રશિલાની મુલાકાત વિના અધૂરી માનવામાં આવે છે. મંદિરથી થોડે દૂર ચંદ્રશિલા મંદિર આવેલું છે. અહીં રાવણ શિલા છે, જે સ્પીકીંગ માઉન્ટેન તરીકે ઓળખાય છે. આ પર્વત વિશે એવી માન્યતા છે કે, રાવણને માર્યા પછી, શ્રી રામ પોતાને દોષિત અનુભવતા હતા, કારણ કે રાવણ એક મહાન વિદ્વાન અને શિવનો પરમ ભક્ત હતો. રાવણ હત્યાના પાપમાંથી મુક્તિ મેળવવા માટે અહીં રામજીએ શિવની સ્તુતિ કરી હતી. પછી ભોલેનાથે રામને મુક્ત કર્યા હોવાનું કહેવાય છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version