Home Bharuch વિશ્વને અહિંસાનો સંદેશ આપનાર જૈન ધર્મના ચોવીસમાં તીર્થકર ભગવાન મહાવીરના ૨૬૨૧માં જન્મ...

વિશ્વને અહિંસાનો સંદેશ આપનાર જૈન ધર્મના ચોવીસમાં તીર્થકર ભગવાન મહાવીરના ૨૬૨૧માં જન્મ કલ્યાણ દિનની ઉજવણી…

0

Published by : Rana Kajal

  • ભરૂચ-અંકલેશ્વર ખાતે મહાવીર જયંતી નિમિત્તે શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા

ભરૂચ-અંકલેશ્વરમાં મહાવીર જયંતી નિમિત્તે જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા ભગવાન મહાવીર સ્વામીની શોભાયાત્રાનું આયોઅજન કરાયું…

વિશ્વને અહિંસાનો સંદેશ આપનાર જૈન ધર્મના ચોવીસમાં તીર્થકર ભગવાન મહાવીર સ્વામીના ૨૬૨૧માં જન્મ કલ્યાણ દિન નિમિત્તે ભરૂચ જીલ્લામાં જૈન સંઘ દ્વારા શોભાયાત્રા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે વેજલપુર જૈન દેરાસરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે શોભાયાત્રા વિવિધ વિસ્તારમાં ભરી શક્તિનાથ જીનાલય ખાતે પહોંચી હતી જ્યાં જૈન સમાજના પદમ દર્શન મહારાજના ૬૫મા જન્મ દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી તો શ્રીમાળી પોળ સ્થિત જૈન દેરાસર ખાતે ભજન,પૂજા અને દર્શન સહીત કાર્યક્રમો યોજાયા હતા જયારે અંકલેશ્વર જૈન મહાસંઘ,જૈન સોશ્યલ ગ્રુપ સહિતના જૈન સંઘ દ્વારા સતત ૩૦ વર્ષથી જન્મ કલ્યાણ પર્વની ઉજવણી કરવામાં આવે છે.

આજે સમસ્ત જૈન મહા સંઘના નેજા હેઠળ અંકલેશ્વર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ ખાતે તમામ સભ્યો એકત્રિત થયા હતા અને દેસાઈ ફળિયામાં આવેલ વાસુપૂજન જીનાલયથી વિશાળ શોભાયાત્રા નીકળી હતી જે શોભાયાત્રા ગોયા બજાર થઇ વિવિધ વિસ્તારમાં ભરી પરત વાસુપૂજન જીનાલય ખાતે ફરી હતી આ શોભાયાત્રામાં જૈન સોશિયલ ગ્રુપ અંકલેશ્વરના પ્રમુખ ધીરેન મુકેશ શાહ,સેક્રેટરી વિશાલ જૈન, ટ્રેઝરર નિતીનભાઈ શાહ સહીત મોટી સંખ્યામાં જૈન સંઘના સભ્યો અને આગેવાનો જોડાયા હતા

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version