Home Top News Sport વિશ્વનો સૌથી ઝડપી દોડવીર થયો ‘કંગાળ’, ખાતામાંથી ઉપડી ગયા 98 કરોડ રૂપિયા

વિશ્વનો સૌથી ઝડપી દોડવીર થયો ‘કંગાળ’, ખાતામાંથી ઉપડી ગયા 98 કરોડ રૂપિયા

0

Published by : Rana Kajal

કેરેબિયન દેશ જમૈકાના ઓલિમ્પિક મેડલ વિજેતા દોડવીર યુસેન બોલ્ટ હવે ‘કંગાળ’ બની ગયો છે. તેના આખી જિંદગીની કમાણી એક ઝાટકે ઉપડી ગયા હતા. લંડનથી બેઇજિંગ સુધી રેસ ટ્રેક પર દબદબો ધરાવનારા દોડવીર બોલ્ટ સાથે જે બન્યું તેનાથી સૌ કોઇના હોશ ઉડી ગયા છે. બોલ્ટ આઠ ઓલિમ્પિક ગોલ્ડ જીતી ચૂક્યો છે. વાસ્તવમાં યુસેન બોલ્ટ સાથે $12.7 મિલિયન (લગભગ રૂ. 98 કરોડ)ની છેતરપિંડી કરવામાં આવી છે.

ઉસેન બોલ્ટના ઇન્વેસ્ટમેન્ટ ખાતામાંથી 98 કરોડ રૂપિયા ઉડી ગયા હતા. તેનું એકાઉન્ટ SSL (સ્ટોક્સ એન્ડ સિક્યોરિટીઝ લિમિટેડ) કંપનીમાં હતું. તે જમૈકન ઇન્વેસ્ટમેન્ટ કંપની છે. અન્ય એક રિપોર્ટ અનુસાર,  જો આઠ દિવસમાં પૈસા પરત નહીં કરવામાં આવે તો બોલ્ટ આ મામલાને સુપ્રીમ કોર્ટમાં લઈ જશે. બોલ્ટના ખાતામાં 12.8 મિલિયન ડોલર હતા. જે તેમની નિવૃત્તિ અને આજીવન બચતનો એક ભાગ હતો. તેના વકીલે જણાવ્યું કે હવે બોલ્ટ પાસે માત્ર 12,000 ડોલર (લગભગ 10 લાખ રૂપિયા) બચ્યા છે. કંપનીએ આ મામલે કોઈ નિવેદન જાહેર કર્યું નથી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version