વરુણ ધવને જણાવ્યું કે તે વેસ્ટિબ્યુલર હાઈપોફંક્શનની સમસ્યાથી પીડિત છે. આ રોગમાં વ્યક્તિ પોતાના શરીરનું સંતુલન ગુમાવી બેસે છે.
વરુણ ધવન ટૂંક સમયમાં ‘ભેડિયા’ બનીને મોટા પડદા પર આવવાનો છે. આજકાલ તે પોતાની ફિલ્મના પ્રમોશનમાં પણ વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે કૃતિ સેનન છે. બંને અગાઉ ફિલ્મ ‘દિલવાલે’માં જોવા મળ્યા હતા. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું, જેને પણ ઘણો સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. ઈચ્છાધારી ભેડિયા – વરુ તરીકે વરુણ ધવનનો લુક દર્શકોને પસંદ આવ્યો. વરુણ ધવને જણાવ્યું કે તે વેસ્ટિબ્યુલર હાઈપોફંક્શનની સમસ્યાથી સંઘર્ષ કરી રહ્યો છે. આ બીમારીમાં વ્યક્તિ પોતાના શરીરનું સંતુલન ગુમાવી બેસે છે, મહામારી પછી જ્યારે વસ્તુઓ ધીમે-ધીમે ખુલવા લાગી તો વરુણ ધવનને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. તેણે પોતાની જાત પર દબાણ કરીને કામ તરફ આગળ વધવું પડ્યું.વરુણ ધવને ઈચ્છા વગર પણ કામમાંથી બ્રેક લેવો પડ્યો.
જ્યારે વરુણ ધવનને તેની બીમારી વિશે ખબર પડી તો તે ખૂબ જ દુઃખી થઈ ગયો.પોતાની જાતને આગળ વધારવી તેના માટે એક પડકાર હતો. કોવિડ -19 પછી, જ્યારે વરુણ ધવન કામ પર પાછા ફરવા માંગતો હતો, ત્યારે તેણે ઘણા પડકારોનો સામનો કર્યો હતો. વરુણ ધવને વધુમાં કહ્યું કે થોડા દિવસો પહેલા મેં એ હકીકત સ્વીકારી હતી કે મને વેસ્ટિબ્યુલર હાઈપોફંક્શનની બીમારી છે. મને ખબર નથી કે મારી સાથે શું થયું છે, પરંતુ મને લાગ્યું કે જીવનમાં સંતુલન મહત્વપૂર્ણ છે. પણ મારું આ સંતુલન ખોરવાઈ ગયું છે.
વેસ્ટિબ્યુલર હાયપોફંક્શન શું છે?
વેસ્ટિબ્યુલર હાઇપોફંક્શન એ કાનની અંદરની સંતુલન સિસ્ટમ છે જે યોગ્ય રીતે કાર્ય કરતી નથી. કાનની અંદર વેસ્ટિબ્યુલર સિસ્ટમ છે જે આંખ સાથે કામ કરે છે અને સ્નાયુઓને સંતુલિત કરવાનો પ્રયાસ કરે છે. જ્યારે તે યોગ્ય રીતે કામ કરતું નથી, ત્યારે કાન દ્વારા સાંભળવામાં આવતી વસ્તુઓ મગજ સુધી યોગ્ય રીતે પહોંચતી નથી. આવી સ્થિતિમાં વ્યક્તિને ચક્કર આવવા લાગે છે