Home Technology વોટ્સ એપના આ છે નવા ફિચર્સ ! જે તમારા માટે જાણવા જરૂરી...

વોટ્સ એપના આ છે નવા ફિચર્સ ! જે તમારા માટે જાણવા જરૂરી છે…

0

Published By : Disha Trivedi

માત્ર ભારતમાં 487.5 મિલિયન લોકો વોટસઅપનો ઉપયોગ કરે છે. જ્યારે આખા વિશ્વના આંકડા પર નજર કરીએ તો 2.24 બિલિયનથી પણ વધારે લોકો વોટસઅપનો ઉપયોગ કરે છે.

આખા વિશ્વમાં ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં સૌથી વધુ વોટસઅપનો ઉપયોગ થાય છે. તો આવો જાણીએ, વર્ષ 2023માં વોટસઅપ કંપનીએ કયા ફિચર્સ ઉમેર્યા અને તેનો ઉપયોગ શું છે.

વોઇઝ સ્ટેટસ : પેહલા સ્ટેટ્સમાં માત્ર પિકચર, વિડિયો કે લખાણ પોસ્ટ કરી શકાતું હતું. આ નવા ફીચર દ્વારા સ્ટેટસમાં વોઈઝ પણ શેર કરી શકાશે.

વ્યું વન્સ ટેક્સ્ટ : જૂના ફિચર્સમાં જેમ પિકચર વ્યુ વન્સ દ્વારા, એકજ વાર જોઈ શકાય એમ મોકલી શકાતું હતું. એમજ આ ફિચરમાં તમારો મેસેજ પણ એકજ વાર જોઈ શકાય એમ મોકલી શકાશે.

પિન મેસેજ : હવે માત્ર વ્યક્તિગત ચેટ જ નહિ, જરૂરી મેસેજને પણ પિન કરી શકાશે.

તારીખ દ્વારા મેસેજ શોધવું : આ નવા ફિચર મુજબ કીબોર્ડની ઉપર એક સર્ચનું આપવામાં આવશે જ્યાં જેતે તારીખ ઉમેરી તે દિવસના મેસેજ જોઈ શકાશે.

મીડિયા ફાઈલ શેર : જૂના ફિચરમા માત્ર 30 મીડિયા જ શેર કરી શકાતા હતા, જેને વધારી હવે 100 મીડિયા ફાઈલ શેર કરી શકાશે.

સ્ટેટ્સ પિકચર ક્વોલિટી : પેહલા સ્ટેટસમાં મુકેલ પિકચર હાઈ ક્વોલિટી કે એચડી હોવા છતાં વોટસઅપ તેને કમ્પ્રેઝ કરી સાદી ક્વોલિટીમાં અપલોડ કરતું, જેના સ્થાને હવે પિકચર ક્વોલિટી ગુમાવ્યા વગર ઓરીજીનલ ક્વોલિટીમાં પિકચર સ્ટેટ્સ પર મૂકી શકાશે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version