વોશિંગ્ટનમાં પાકિસ્તાનના દૂતાવાસનો મોટો હિસ્સો વેચાવા જઈ રહ્યો છે. આ માટે બિડ પ્રક્રિયા એટલે કે હરાજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રસપ્રદ વાત એ છે કે દૂતાવાસના સંરક્ષણ વિભાગને ખરીદવા માટે જે બે સૌથી મોટી બોલીઓ મળી છે, તે બંને પાકિસ્તાનના દુશ્મન દેશોની છે. ઇઝરાયેલના યહૂદી જૂથે 6.8 મિલિયન ડોલરની બોલી લગાવી છે. બીજી સૌથી વધુ બોલી લગાવનાર ભારતીય છે. તેણે 5 મિલિયનમાં બિલ્ડિંગ ખરીદવાની ઓફર કરી છે.
પાકિસ્તાની અખબાર ‘ધ ડોન’ દ્વારા પાકિસ્તાન દૂતાવાસની ઇમારત વેચવાના સમાચારનો ખુલાસો કરવામાં આવ્યો છે. તેમણે દૂતાવાસના અધિકારીઓને ટાંકીને આ સંદર્ભમાં એક અહેવાલ પ્રકાશિત કર્યો છે. એક અધિકારીએ કહ્યું- એક યહૂદી, એક ભારતીય સિવાય ત્રીજી બોલી પાકિસ્તાની મૂળના વ્યક્તિએ 4 મિલિયન ડોલરમાં લગાવી છે. અમે સૌથી વધુ બોલી લગાવનારને બિલ્ડિંગ વેચીશું.




