Published By : Disha PJB
ગુજરાતમાં બાગેશ્વર ગામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમનને લઈને જે રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે તો બીજી બાજુ એને લઈને સમગ્ર ગુજરાતમાં વિરોધ પણ ચાલી રહ્યો છે. ત્યારે સુરતમાં પણ કેટલાક લોકો દ્વારા બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમનને લઈને ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.
શંકરસિંહ વાઘેલા આજરોજ સુરત આવ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું કે, આ ભારતીય જનતા પાર્ટીનું માર્કેટિંગ છે. ધર્મના નામે ધતિંગ કરનારા લોકો દેશમાં ભૂખ્યા મારતા નથી. ધર્મનો આ રીતે ઉપયોગ કરવો જોઈએ નહીં. ભારતીય જનતા પાર્ટી આ રીતે ભગવા લોકોનો દૂર ઉપયોગ કરીને લોકોના ખોટા ચમત્કારના નામે નાટક બંધ થવા જોઈએ.
વૈજ્ઞાનિક યુગમાં આપણે જીવીએ છીએ અને આ યુગમાં આવા બધા ધતિંગને વધારે અવકાશ આપવો જરૂરી નથી. ધર્મના નામે લૂંટનારા એવા ઘણા બધા લોકો છે. આ તમામ પ્રકારનું આયોજન બીજેપી દ્વારા જ કરવામાં આવ્યું છે. કેરાલા સ્ટોરી પાછળ પણ બધું તેમનું જ આયોજન છે.
ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત.