Home Bharuch શંકર એટલા કંકરની ભૂમિ ભરૂચમાં શુક્રવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ

શંકર એટલા કંકરની ભૂમિ ભરૂચમાં શુક્રવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ

0

જીવને શિવ સાથે સાક્ષાત્કાર કરાવતા પવિત્ર શ્રાવણ મહિનાનો શુક્રવારથી પ્રારંભ થઇ રહ્યો છે.

કંકર એટલા શંકરની ભૂમિ ભરૂચમાં પવિત્ર શ્રાવણ માસને આવકારવા હિંદુઓ સજ્જ બન્યા છે. શ્રાવણ માસને લઈ શિવલયોને સાજ શણગારથી સજ્જ કરવામાં આવી રહ્યા છે.જપ, તપ, પૂજા, ઉપવાસના આ સમગ્ર મહિનામા શિવાલયો હર હર મહાદેવ અને ઓમ નમઃ સિવાયના નાદ સાથે દિવસભર ગુંજતા રહેશે.

ભકતો ભોળા શંભુની આરાધનામાં સમગ્ર માસ દરમિયાન રહેશે લીન

શિવલિંગ ઉપર ભક્તો બીલીપત્ર, ફૂલ, દૂધ, પાણી સહિતનો અભિષેક કરી દેવોના દેવ મહાદેવની કૃપા દ્રષ્ટિ મેળવવા લીન બની જશે.ભરૂચ શહેર અને જિલ્લામાં અનેક પૌરાણિક શિવાલયો આવેલા છે. જ્યાં શુક્રવાર વહેલી સવારથી જ પૂજન, અર્ચન અને દર્શન માટે ભક્તોની ભીડ ઉમટવાનું શરૂ થઈ જશે. જિલ્લામાં કાવી કંબોઈ, નિલકંઠેશ્વર, નવ નાથ, ભારેશ્વર, શક્તિનાથ, ગંગેશ્વર સહિતના શિવાલયોને સાજ શણગાર કરવામાં આવી રહ્યો છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version