અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામની નવી નગરીમાં રહેતો અબ્દુલ કાદર ઈબ્રાહીમ શાહ અને તેની પત્ની સુશીલાબેન જયંતી વસાવાએ ઇન્દિરા આવાસના બંધ મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલ છે જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબી પોલીસે ગત તારીખ-૨૮મી જુલાઈના રોજ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા.
પોલીસે સ્થળ પરથી ૬૧ હજારથી વધુનો વિદેશી દારૂનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સુશીલાબેન વસાવાને ઝડપી પાડી હતી જયારે બુટલેગર પતિ અને વિદેશી દારૂનો જથ્થો આપનાર નવા ગામ કરારવેલ ગામના બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો તે દરમિયાન તાલુકા પોલીસે પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ પ્રસાદ ઉર્ફે પ્રકાશ વસાવાને ઝડપી પાડ્યો હતો જે બુટલેગરની શહેર પોલીસે પણ અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.