Published by : Rana Kajal
ભાજપના નેતા શાંત ગુજરાતનો દાવો કરતા હોવા છતા હજી પણ ગુજરાતમા કોમી તણાવ યથાવત રહ્યો છે. રામનવમીના આવા અવસરે વડોદરા અને ઉનામા કોમી તોફાનો સર્જાયા હતા. તે સાથે વીતેલા છેલ્લા ત્રણ વર્ષોમાં ગુજરાતમા 80કરતા વધુ કોમી રમખાણો થયા હતા. કેન્દ્ર સરકારે લોકસભામાં રજુ કરેલ રિપોર્ટમા જણાવાયું છે કે ગુજરાતમા વર્ષ 2018 મા 39 કોમી તોફાન થયા હતા. જેમા પોલીસે 428 આરોપીઓની અટક કરી હતી. જ્યારે વર્ષ 2019 મા 22 કોમી નાના મોટા બનાવો બન્યા હતા. જે અંગે પોલીસે 179 તોફાનીઓની અટક કરી હતી. જ્યારે વર્ષ 2020 મા ગુજરાતમા 23 કોમી તોફાનોની ધટના બની હતી. જે અંગે કુલ 239વ્યક્તિઓની અટક કરવામા આવી હતી. આમ છેલ્લા ત્રણ વર્ષોમાં ગુજરાતમા 80 થી વધુ કોમી તોફાનો થયા હતા. તેથી દર વર્ષે 20 કરતા વધુ કોમી છમકલા ગુજરાતમા બની રહ્યા છે.