કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા એ વિશ્વની સૌથી મોટી ઈન્ટરનેટ સર્ચ સુવિધા પૂરી પાડતી અમેરિકન કંપની Googleને રૂપિયા 1,337.76 કરોડનો દંડ ફટકાર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ એન્ડ્રોઈડ મોબાઈલ ડિવાઈસ ક્ષેત્રમાં મજબૂત માર્કેટ પોઝિશનનો દુરુપયોગ કરવા બદલ ગૂગલને આ દંડ ફટકારાયો છે. કોમ્પીટીશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ અગ્રણી ઈન્ટરનેટ કંપનીને અન્યાયી વ્યાપારી પ્રથાઓને રોકવા અને બંધ કરવા નિર્દેશ આપ્યો છે. પંચે ગુરુવારે એક સત્તાવાર માહિતીમાં જણાવ્યું હતું કે ગૂગલને પણ નિર્ધારિત સમયમર્યાદામાં તેની કામગીરીમાં ફેરફાર કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે.
CCIના આદેશ અનુસાર, 8 ફેબ્રુઆરી 2018ના રોજ પણ Google પર 135.86 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તે સમયે પણ, તેની પાછળની સીસીઆઈએ ગૂગલને ઓનલાઈન સર્ચ અને એડવર્ટાઈઝિંગ માર્કેટમાં તેની મજબૂત સ્થિતિનો દુરુપયોગ કરવા માટે દોષિત માન્યું હતું.