હવામાન વિભાગના આગાહી મૂજબ આજે પણ ભરૂચ પંથકમા લઘુત્તમ તાપમાન સિંગલ ડિજિટમાં એટલેકે 9ડિગ્રી નોંધાયું હતું. સાથે તીવ્ર પવનના કારણે વાતાવરણ વધુ ઠંડુગાર બની ગયુ હતુ.
સમાન્ય રીતે એવુ બને છે કે મકરસંક્રાંતિના દીવસ બાદ ધીમા પગલે ઠંડી વીદાય લે છે. સાથે જ ગરમીનો પારો ચઢવા માંડે છે. પરંતુ આ વર્ષે એવુ બન્યું છે કે મકરસંક્રાતિ બાદ પણ ઠંડીનો ચમકારો જણાઈ રહયો છે. એટલુ જ નહિ પરંતુ ઠંડીના ચમકારામાં વધારો થયો છે. કલાઈમેંટ ચેન્જની અસર સ્પષ્ટ જણાતી હોય તેમ હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા મુજબ આવનારાં દિવસોમા હજી ઠંડીનો ચમકારો યથાવત રહેશે.
કલાઈમેંટ ચેન્જના કારણે આ વર્ષે દેશમા હિમવર્ષા પણ મોડી મોડી હાલના દિવસોમાં શરૂ થઈ છે . ત્રિકુટ પર્વત પર માતા વૈષ્ણોદેવીના દરબાર સહિત ભૈરવ ઘાટમાં હાલમા હિમવર્ષા થતી જોવા મળી હતી. આ હિમવર્ષાને જોઈને ત્યાં આવેલા શ્રદ્ધાળુઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સમયે શ્રદ્ધાળુઓને તકલીફ ન પડે તે માટે પ્રશાસને બધી જ તૈયારીઓ કરેલી છે. આ ઉપરાંત સોનમર્ગ, ગુલમર્ગ, પહલગામ અને કાશ્મીરના અન્ય પહાડી વિસ્તારોમાં પણ બરફ પડી રહ્યો છે. માતા વૈષ્ણો દેવી સાઇન બોર્ડ દ્વારા યાત્રા માર્ગ પર જામેલા બરફને હટાવા માટેની પણ તૈયારીઓ કરવામાં આવી છે. તેમજ જામેલા બરફને દૂર કરવાના નિરંતર પ્રયાસો ચાલુ છે.આ હિમવર્ષાના પગલે દેશમા પણ શીત લહેર પ્રસરી ગઇ છે.




