Published By : Parul Patel
ઘણા લોકો અંબાજી મંદિરે દર્શનનો લાભ લઇ આવ્યા હશે તો ઘણાને ઈચ્છા હશે. અંબાજીમાંનું મંદિર પણ 51 શક્તિપીઠમાનું એક છે. અંબાજીમાંનું મંદિર ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં સ્થિત છે. તમે ત્યાં દર્શન કર્યા હશે તો તમને જાણ હશે કે ત્યાં અંબાજીમાંની મૂર્તિ રહેલી છે…પરંતુ તમને જાણીને આશ્રર્ય થશે કે તે તમારો ભ્રમ છે. ખરેખર તો મંદિરના ગર્ભગૃહમાં માતાજીની કોઈ મૂર્તિ જ નથી. આ જાણીને સવાલ થાય કે મૂર્તિ નથી તો પૂજા કોની કરવામાં આવે છે ?
પુરાણોમાં દર્શાવ્યા મુજબ દક્ષરાજાની પુત્રી સતી પોતાના પિતા દ્વારા યોજાયેલ યજ્ઞમાં પોતાના પતિ શંકર ભગવાનનું અપમાન થતું જોતા સતી એ પોતાની જાતને યજ્ઞ કુંડમાં હોમી દીધી હતી. આ જાણતાજ ભગવાન શંકર ક્રોધમાં આવી સતીના દેહને પોતાના ખભા પર લઇ તાંડવઃ નૃત્ય શરુ કરી દીધું હતું. દેવોએ આ જોઈ વિષ્ણુ ભગવાનને વિનંતી કરતા, તેમણે સુદર્શન ચક્ર દ્વારા સતીના અંગોનો વિચ્છેદ કર્યો હતો. આમ કરવાથી સતીના અંગના ટુકડાઓ અને ઘરેણાં જુદી જુદી 51 જગ્યાએ પડ્યા હતા. જે આજે 51 શક્તિ પીઠો તરીકે ઓળખવામાં આવે છે. આ વિચ્છેદમાં આરાસુરમાં હૃદયનો ભાગ પડ્યો હતો અને એટલે અંબાજી પણ એક શક્તિ પીઠ તરીકે પૂજવામાં આવે છે.
પરંતુ પાછો સવાલ એ થાય કે જો આ શક્તિ પીઠ છે તો અન્ય મંદિરની જેમ અહીં ગર્ભગૃહમાં કોઈ મૂર્તિ શા માટે નથી ? અહીં મૂર્તિની જગ્યા એ સ્થાપિત છે વિશા યંત્ર, આ વિશા યંત્રનો શણગાર ખુબજ સૃદ્રુઢ અને સરસ કરવામાં આવે છે કે સહુને મૂર્તિ હોવાનો અનુભવ કરાવે છે. યંત્ર ઉપર કુલ 51 અક્ષરો કોતરાયેલા છે. જે આર્યાવર્તમાં આવેલી 51 શક્તિપીઠોને દર્શાવે છે.
કહેવાય છે કે મંદિરના પૂજારી પણ યંત્રને આંખે જોઈ શકતા નથી અને આંખે પાટા બાંધીને વિશા યંત્ર એટલેકે માતાજીની પૂજા કરવામાં આવે છે. અંબાજી મંદિરના ઇતિહાસ પ્રમાણે અંબાજી મંદિરમાં કોઈ છબી ન હોવાનો ઉલ્લેખ તંત્ર ચુડામણીમાં પણ કરવામાં આવ્યો છે.
મૂળ આ મંદિર પહેલા નાનું અને બેઠા ઘાટનું હતું પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમે તેમ સુધારા સાથે તેની સર્વોચ્ચ ભવ્યદિત ભવ્ય બનતું ગયું. મંદિરમાં રહેલ યંત્રને એવી રીતે શણગારવામાં આવે છે કે દર્શનાર્થીઓને સવાર – બપોર – સાંજ એવી રીતે દર્શન થાય છે કે માતાજી વાઘ ઉપર બિરાજમાન હોય.
આ જ રહસ્ય છે કે ત્યાં કોઈ મૂર્તિ નથી પણ માતાજી હોવાના આભાસ સાથે સહુ શ્રદ્ધા થી દર્શન કરે છે.