Published By : Disha PJB
ઘાટ્ટા, સુંદર અને સ્વસ્થ વાળ સુંદરતારમાં ચાર-ચાંદ લગાવી દે છે જ્યારે ફાટેલા અને બે મુખવાળા વાળ આ સુંદરતાને ગ્રહમ લગાડી દે છે. બે મુખવાળા વાળ એક સામાન્ય સમસ્યા છે જે આજકાલ મોટાભાગની સ્ત્રીઓને થાય છે. વાળ ફાટી જતા વાળની કાંતિ જતી રહે છે. આવું વાળમાં પોષણની કમીને કારણે થાય છે.
વાળ બેમુખવાળા થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે, જેમ કે પ્રદૂષિત વાતાવરણ, વાળ ઉપર અત્યધિક રાસાયણિક પ્રોડક્ટનો ઉપયોગ, વારંવાર વાળ ધોવા, વાળની સારી રીતે દેખભાળ ન કરવી વગેરે કારણોસર વાળ ખરાબ થઈ જાય છે.
અડધો કપ દૂધ લો અને તેમાં 1 ચમચી ક્રીમ મેળવો. આ પેસ્ટને વાળ ઉપર લગાવો. 15 મિનિટ પછી તે વાળને ધોઈ નાખો. પછી એક વાસણમાં દૂધ લો અને મુખવાળા વાળને તેમાં ડૂબાડી રાખો, 10-15 મિનિટ સુધી રાખ્યા બાદ વાળ ધોઈ નાખો. ફાટતાં વાળ બંધ થઈ જશે.
ઇંડા માસ્ક-ઈંડા વાળને સિલ્કી બનાવવામાં ખૂબ મદદરૂપ છે. તેના ઉપયોગથી વાળ ચમકદાર બને છે. આ માટે બાઉલમાં ઈંડાને તોડીને બીટ કરો. તેમાં તેલ ઉમેરો. આ મિશ્રણને સારી રીતે ફેટી લો. આ મિશ્રણને વાળમાં લગાવો, લગભગ 30 મિનિટ પછી ધોઈ લો.
દહીંનો ઉપયોગ કરવાથી વાળ સિલ્કી બની શકે છે. તેનાથી તમારા વાળ લાંબા, જાડા અને મજબૂત બનશે તથા ફાટેલાં વાળ પણ રીપેર થશે. આ માટે દહીંથી માથામાં મસાજ કરો, થોડીવાર પછી તેને વોશ કરી લો.
એક બાઉલમાં પાકેલા કેળાને મેશ કરો. હવે તેમાં એક ચમચી મધ ઉમેરો. આ મિશ્રણને વાળમાં લગાવો, લગભગ 30 મિનિટ પછી તેને પાણીથી ધોઈ લો.