Home Bharuch શુકલતીર્થ ગામે સ્વયંભુ પ્રગટેલ ૐકારનાથ વિષ્ણુ ભગવાનનું પૌરાણિક મંદિર

શુકલતીર્થ ગામે સ્વયંભુ પ્રગટેલ ૐકારનાથ વિષ્ણુ ભગવાનનું પૌરાણિક મંદિર

0
  • મંદિરમાં ભગવાન વિષ્ણુ ત્રણ અવસ્થામાં દર્શન આપતા હોવાની હરિ ભક્તોની માન્યતા
  • ઓમકારનાથ શબ્દથી કારતક સુદ પૂર્ણિમાએ ભગવાન વિષ્ણુનો જન્મ દિવસ તરીકે ઉજવાય છે

ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ગામના મધ્યમાં આવેલ ૐકારનાથ વિષ્ણુ ભગવાન ત્રણ અવસ્થામાં ભક્તોને દર્શન આપતા અનોખું મંદિર આવેલું છે.

પૌરાણિક કાળમાં ઋષિમુનિઓ નર્મદાના કિનારે શુકલતીર્થ ખાતે તપ કરતા હતા. તે સમયે રેવામાં પુર આવાથી ઋષિમુનિઓના પરિવાર અને કપડા તણાઈ જતા જેથી ઋષિમુનિઓ ભગવાનને પ્રાર્થના કરી જે પ્રાર્થનાને લઈ ભગવાન પ્રસન્ન થયા ૐકાર શબ્દથી સ્વયંભુ કારતક સુદ પુનમના દિવસે ભગવાન રેતીની મૂર્તિ પ્રગટ થતાં નદી પાંચ માઈલ આગળ ખસી ગઈ હતી.

વિષ્ણુ ભગવાનની રેતીની મૂર્તિમાં તમામ દેવી-દેવતાઓનું સ્થાન

સ્વયંભુ પ્રગટ થયેલા ભગવાન શ્રી વિષ્ણુની મૂર્તિમાં બ્રહ્મા,વિષ્ણુ,મહેશ,શંખ,ચક્ર અને ગદા, વેદવ્યાસ,રાધિકા,ગૌસ્વામી, લક્ષ્મીજી,શેષનાગ,જય વિજય તેમજ ભૃગુ લાંછન,શ્રી લાંછન પણ છે.ભગવાન વિષ્ણુ ૐકારનાથ મંદિર ખાતે ત્રણ અવસ્થામાં ભક્તોને દર્શન આપે છે. ભગવાન શ્રી હરિ સવારે બાળક અવસ્થામાં અને બપોરે યુવા અવસ્થા તેમજ સાંજે વૃદ્ધ અવસ્થામાં તેઓના ભક્તોને દર્શન આપે છે. આજે પણ આ મૂર્તિમાં ત્રણ અવસ્થામાં ભગવાન દર્શન આપતા હોવાની માન્યતા છે.

કારતક સુદ પૂનમે ભાતીગળ મેળો યોજાય છે

દર કારતક સુદ પુનમના રોજ ભગવાન વિષ્ણુનો જન્મ દિવસ હોવાથી શુકલતીર્થમાં ભવ્ય ભાતીગળ મેળો યોજાય છે. જે દેશ-વિદેશથી લાખો ભક્તો મેળો મહાલવા અને ઓમકારનાથ વિષ્ણુ ભગવાનના દર્શન માટે ઘોડાપૂર ઉમટે છે.ૐકારનાથ વિષ્ણુ ભગવાનના મંદિરની બાજુમાં ગુપ્ત ભોંયરું પણ આવેલું છે કહેવાય છે કે મહંમદ બેગડો વર્ષો પહેલા આક્રમણ સાથે લૂંટ કરવા આવ્યો હતો. તે સમયે મંદિરના મહંતો ભગવાનની મૂર્તિને ભોંયરામાં ઉતારી દેતા હતા જેથી જે મૂર્તિ ખંડિત થતા રહી ગઈ છે બાકી મહંમદ બેગડા દ્વારા શુકલતીર્થમાં આવેલ અન્ય મંદિરો તેમજ કડોદના કોટેશ્વર મહાદેવના શિવલિંગને નષ્ટ કર્યું હતું.જ્યારે ઓમકારનાથ વિષ્ણુ ભગવાનના મંદિરમાં જ ભોંયરું હોવાથી આક્રમણ સમયે ભગવાનને ગુપ્ત ભોંયરામાં છુપાવી દેવામાં આવતા હતા.

એક જમાનામાં આદિવાસી સમાજના લોકો ઓકીમા(ઓમકારનાથ) કહી તાંબાના સિક્કા અર્પણ કરતા હતા

પહેલાના સમયમાં ઓમકારનાથ વિષ્ણુ ભગવાનના મંદિરે નર્મદા નદીના સામે કાંઠાના આદિવાસી સમાજના લોકો તેઓના સમયમાં ત્યારે તાંબાના સિક્કાનું ચલણ હતું તે સમયે તાંબાના સિક્કા લઈને ભગવાન વિષ્ણુને ઓકીમાં (ઓમકારનાથ) કહીને સિક્કા અર્પણ કરતા હતા અને મેળામાં મહાલીને ત્યાર બાદ સગપણ સાથે લગ્ન પ્રસંગની શરૂઆત કરતા હોવાનું જાણવા મળ્યું છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version