ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.પાટીલ આજે વડોદરામાં હતા તેઓએ જલ્દી ચૂંટણી યોજાવાના નિવેદન મામલે નિવેદન આપ્યું હતું કે મેં મારો અંદાજ લગાવી કાર્યકરોને તૈયાર રહેવા આહવાન કર્યું હતું
વડોદરા ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં આજે ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પહોંચ્યા હતા. તેઓએ પત્રકારો સાથે વાતચીત કરી હતી અને આગામી ચૂંટણીમાં ભાજપા જંગી બહુમતીથી અને પોતાના વિકાસના કામોને આગળ ધપાવીને માટે માંગશે તેમ જણાવ્યું હતું. પાટીલે તાજેતરમાં જ વહેલી ચૂંટણી આવશે તેવી વાત કરી કાર્યકરોને તૈયાર રહેવા જણાવ્યું હતું જે મુદ્દે તેઓએ આજરોજ નિવેદન આપ્યું હતું કે મેં મારા રાજકીય ગણિતને આધારે આમ કહ્યું હતું અને અધ્યક્ષ તરીકે કાર્યકરોને તૈયાર રહેવા જણાવ્યું હતું. મારી કોઈ સાથે વાત નથી થઇ અને તેના આધારે મેં નથી કહ્યું 2012 અને 2017 માં આજ સમયમાં ચૂંટણી યોજાઈ હતી. મે કહ્યુ હતું કે નવેમ્બરના અંત સુધી કદાચ ચૂંટણી જાહેર થઈ જાય. તેઓએ ઉમેર્યું હતું કે આ મારો પોલિટિકલ અંદાજ છે.મે ક્યારે દિવાળી પેહલા ચૂંટણી યોજાશે એવું કહ્યું નથી. તેઓએ કોંગ્રેસ અને આપ પાર પ્રહાર કરતા જણાવ્યું કે ભાજપ તાકાત થી જીતે છે,સામે વાળી પાર્ટી ની નબળાઈ પર નહિ. ભાજપે લોકો ની ચિંતા કરી વિકાસ કર્યો છે. વડાપ્રધાન ના કારણે આતંકી હુમલા બંધ થયા છે. પાકિસ્તાનમાં ઘરમાં ઘૂસી મારવાંની તાકાત વડાપ્રધાન મોદીમાં છે. આપ અને કોંગ્રેસ લોકો ની લાગણીઓ સાથે રમી રહ્યા છે.
(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)