Home Blog ષોડશ સંસ્કાર : નખશિખ અલભ્ય

ષોડશ સંસ્કાર : નખશિખ અલભ્ય

0

બ્લોગ : ઋષિ દવે

Published By : Aarti Machhi

જે શાળાના વાર્ષિક સાંસ્કૃતિક સમારંભમાં આમંત્રિતોને કુમકુમ તિલક, અક્ષત લગાડી, ગોળ ધાણા ખવડાવી મોં મીઠુ કરાવી યથાસ્થાને બેસાડવામાં આવે અને મુખ્ય મહેમાન, અતિથિનો પરિચય મોટા સ્ક્રીન પર પ્રસારિત કરી દીપ પ્રાગટ્ય કરી લાંબાલચક ભાષણોથી ઉપર ઉઠી માત્ર પુષ્પગુચ્છ અને સ્મૃતિભેટથી સ્વાગત કરવામાં આવે એવા અનોખા સમારંભ નારાયણ વિદ્યાવિહારમાં ‘ષોડશ સંસ્કાર’ના સાક્ષી બનવાનું સદભાગ્ય સાંપડયું.

નર્મદા જિલ્લાના પ્રાથમિક વિભાગના શિક્ષણાધિકારી શ્રી નિશાંત દવે અને ખરોડ, બી.એડ. કોલેજના પ્રાચાર્યશ્રી પ્રફુલસિંહ રાજ બંનેને અભિનંદન કે ૧૬ સંસ્કારમાં પૂર્ણ સમય તેઓ હાજર રહ્યા અને દરેક સંસ્કારની પ્રસ્તુતિને ઉમળકાભેર બિરદાવતા રહ્યા, એક પણ શબ્દ બોલ્યા વગર.

સી.બી.એસ.ઈ.ના પ્રિન્સિપલ અંજલી દવેએ હિન્દીમાં વાર્ષિક રીપોર્ટ મુદ્દાસર રજૂ કર્યો. આપની પૂર્વ તૈયારીને બિરદાવવી જ પડે. પ્રાણીઓની સારસંભાળ લેતા ભરૂચના મનમૈત્રી સેવા ફાઉન્ડેશનના જયેશભાઇ પરીખ, વાગરા તાલુકા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ સંજયસિંહ ચાવડાના વરદ હસ્તે શાળાની શિક્ષિકાઓ અને વિદ્યાર્થી ભાઈ-બહેનોને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. રાત્રે સવા નવ વાગ્યે ‘ષોડશ સંસ્કાર’ સત્યમ્ શિવમ સુન્દરમ્ ગીત શિક્ષિકાઓએ પૂરેપૂરી નિષ્ઠાથી રજૂ કર્યું. હે હંસવાહીની જ્ઞાનદાયીની સ્વાગતગીતરૂપે બાળકીઓએ રજુ કર્યું. મેરા ભારત મહાન ગીતમાં નમો, કલામ, રામ, ભારતમાતા, લક્ષ્મણ, ગાંધી, સરદાર રજૂ થયા. જેમાં ભરત અને અભિમન્યુનો પ્રસંગ વણી લેવામાં આવ્યો.

‘ૐ સર્વ મંગલ ભવતુ’ મંત્ર સાથે ૧૬ સંસ્કાર રજૂ થયા.

ગર્ભધાન

मेरे सपनो का संसार सवरने वाला है

नन्हा सा महेमान आनेवाला है

शिवजी को नींद न आवे माताजी झुलावे

(સંખેડાની બનાવટનું ઘોડિયું રંગમંચ પર મુકવામાં આવ્યું હતું)

નામકરણમાં રાજન, શિવમ્, નમન નામો ગીતમાં સુઝાવ રૂપે રજૂ થયા.

નિષ્કમણ:

श्री सूर्यदेव है सबका सहारा वो जीवन का सार है |

ગીત એકશન સાથે રજૂ થયુ.

અન્નપ્રાશન :

आज कान्हा करेंगे अन्नप्राशन

મુંડન/ચુડાકર્મ/ ચૌલકર્મ :

કેશકર્તન વખતે બાળકનું ધ્યાન બીજે દોરવા ટેડીબીયર, ખંજરી, મંજીરા, ડમરુ વગાડવામાં આવ્યાં.

વિદ્યારંભ/કર્ણવર્ધન સંસ્કાર :

कानकुंवर को…ગીત રજુ થયું.

યજ્ઞોપવિત સંસ્કાર…

यानी के नजदीक लाना । शिष्य को गुरु के, गुरु शास्त्र के निकट लाते है

शास्त्र ब्रह्मा के निकट लाता है ।

भिक्षा ही शिक्षा है जो हमें विनम्र बनाती है ।

समय परिवर्तनशील है

देने वाले के हाथ कभी-कभी फैलाने भी पढ़ते हैं

यज्ञोपवित्तम बलमस्तु तेजः

વેદારંભ :

गुरुब्रह्मा गुरुविर्ष्णुः गुरुर्देवो महेश्वरः ।

गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः।

ગુરુએ શિષ્યોને પક્ષીની આંખને વિંધવાની પણ ડાળી પરથી પક્ષી પડવુ જોઇએ નહિં એમ કહ્યું,

યુધિષ્ઠિર કહે મને સૃષ્ટિ દેખાય છે.

દુર્યોધન કહે પક્ષી અને ડાળી દેખાય છે. પક્ષીને તીર મારું અને તે ડાળી પરથી પડે પણ નહિ એ શક્ય નથી.

અર્જુન કહે મને માત્ર પક્ષીની આંખ દેખાય છે.

દ્રોણાચાર્ય ગુરુ આશીર્વાદ આપતા અર્જુનને કહે તું વિશ્વનો શ્રેષ્ઠ બાણાવલી થશે.

ત્રિશુલ, કમંડળધારી, ગળામાં રુદ્રાક્ષની માળા,  જટાધારી એવા શિવ રંગમંચ પર બિરાજમાન થયા.

સમાવર્તન : આ સંસ્કાર દર્શાવવા માટે રંગમંચ પર દ્ર્શ્ય ખડું કરવામાં આવ્યું…

જે આશ્રમમાં શિષ્યો છે ત્યાં મુશળધાર વરસાદ પડે. ગુરુને ચિંતા થઇ ખેતરમાં પાણી ભરાશે, શિષ્ય આરોહીને નીડમાં માટી નાંખી પાણી રોકવા કહ્યુ, શિષ્ય જુએ પાણીનું વહેંણ વધારે છે, પોતે નીડમાં સૂઈ જાય, પાણી રોકાય, શિષ્ય આશ્રમ પાછો ન ફરે, એને શોધવા ગુરુ શિષ્યો સાથે ખેતરમાં આવી આરોહી આરોહીના નામની બૂમ પાડે.

આરોહી કહે મેં યહાં હૂં. ઠંડીમાં આરોહી ધ્રુજતો હોય છે. ગુરુ બાથમાં લઇને. શાલ ઓઢાડે ને આશીર્વાદ આપે. ચિરંજીભવ.

વિવાહ :

ઓઢી નવરંગ ચુંદડી મ્હાયરામાં આવી

લગ્નગીત સાથે દ્રશ્ય ખડું કરવામાં આવ્યું.

વામપંથ પગલા ભરી પ્રણયના

कुर्यात सदा मंगलम

મંગળફેરામાં ત્રણ ફેરામાં વર આગળ, ચોથે પગલેથી કન્યા આગળ

કન્યાવિદાય વખતે દીકરી ચાલી સાસરીયે…ગીતે આંખના ખૂણા ભીંજાય એ રીતે પ્રસ્તુત થયું. ખુબ સરસ પ્રસ્તુતિ.

વાનપ્રસ્થ સંસ્કાર :

સમ્રાટ અશોક પધાર્યા. बुद्धम शरणम गछ्छामि

શિવજી પલાઠી વાળીને બેઠા જમણો હાથ કોણીથી સીધો રાખી આશીર્વાદની મુદ્રામાં પુરેપુરા દ્રશ્ય દરમિયાન. એ શિવજીના ચરણોમાં મારા નતમસ્તકે પ્રણામ.

चला पांडव का परिवार परलोक की यात्रा ये

રાજા ધર્મરાજ યુધિષ્ઠિર આપ આવો આપની સાથેનો શ્વાન નહિં આવી શકે.

मुझे रास्ता दिखलाने वाले श्वान को में छोड़ नहीं शकता में वापस लोट जाता हूँ|

ધર્મરાજને મનાઈ કરનાર કહે…

मैं आपकी परीक्षा कर रहा था श्वान के स्वरूप में ही था

आप अपना धर्म नहीं चुके. यह गर्व की बात है इसलिए आप धर्मराज कहलाते रहोगे.

चलो मेरे साथ स्वर्ग ।

135 મિનિટ બાળકોએ ભારતીય સંસ્કૃતિની જ્યોત જગાવી. દર્શકો ધન્ય થઈ ગયા.

ષોડશ સંસ્કાર રંગમંચ પર રજૂ કરવા પાછળના વિચાર પ્રેરક મહેશભાઈ આપને લાખ લાખ અભિનંદન. આપ કહેશો આ તો મારા શિક્ષકોની, વ્હાલા વિદ્યાર્થીઓની અને વાલીઓની મહેનત છે, મારું કશું જ નથી, એ આપની ભલી લાગણી છે. કૃપા નારાયણ બાપુની તો ખરી ને! જય નારાયણ.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version