Published by : Rana Kajal
ડૂબતાને તિનકાનો સહારો અથવાતો આર્થિક સંકટમાં આવેલા માટે આશાનું કિરણ જણાયું હોય તેમ અદાણી જૂથને અમેરિકાની કંપની પાસેથી મોટું રોકાણ મળ્યું છે…હાલમાં અદાણી જૂથ પર આર્થિક સંકટના વાદળો ઘેરાયા છે તે બાબત જાણીતી છે. તેવામાં અમેરિકાની જાણીતી કંપનીએ ખૂબ મોટું રોકાણ અદાણી જૂથની ચાર કંપનીઓમા કર્યુ છે. અમેરિકન એસેટ મેનેજમેન્ટ ફર્મ GQG પાર્ટનર્સ દ્વારા અદાણીજૂથની ચાર કંપનીઓમાં 1.87 બિલિયન ડોલરનું રોકાણ કરેલ છે. આ વર્ષની તા. 24 જાન્યુઆરીના રોજ અમેરિકન ફોરેન્સિક ફાયનાન્સસિયલ કંપની હીડનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી જૂથમાં નાણાકીય અનિયમિતતાનો આક્ષેપ કર્યો હતો. ત્યારથી અદાણી જૂથ પર આર્થિક સંકટના વાદળો ઘેરાયા હતા. જૉકે આવા આક્ષેપો અંગે અદાણી જૂથ દ્વારા રદિયો આપવા છતાં પણ આર્થિક કટોકટી યથાવત રહી હતી.