Home Dharmik News સંત અમોઘ દાસ લીલા પર ઇસ્કોને લગાવ્યો પ્રતિબંધ…

સંત અમોઘ દાસ લીલા પર ઇસ્કોને લગાવ્યો પ્રતિબંધ…

0

Published By:-Bhavaika Sasiya

  • ભરૂચ જિલ્લામાં ઇસ્કોનનો મોટો પરીવાર..
  • ભરૂચ જિલ્લામાં ઇસ્કોન નો ખુબ મોટો પરીવાર છે ત્યારે ઇસ્કોન સાથે જોડાયેલા સંત અમોઘ લીલા દાસ વિવાદોમાં ફસાતા તેમની પર પ્રતિબંધ લગાવાયો છે.

ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ ક્રિષ્ના કોન્શિયસનેસ (ISCON) એ સમગ્ર વિશ્વમાં પોતાની એક અલગ ઓળખ ઊભી કરી છે. કૃષ્ણ ભક્તિ શાખામાં માનતી આ સંસ્થાના સંતો સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મનો પ્રચાર કરે છે, પરંતુ સંસ્થાએ તેના એક સંત અમોઘ લીલા દાસ પર પ્રતિબંધ મૂકવો પડ્યો છે.
અમોઘ દાસે સ્વામી વિવેકાનંદ અને તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ વિશે ટિપ્પણી કરી હતી. જેના પર વિવાદ ઊભો થયો હતો. ઇસ્કોને એક નિવેદન જારી કરીને તેના સંત પર પ્રતિબંધ અંગે માહિતી આપી હતી. ઈસ્કોને જણાવ્યું હતું કે, અમોઘ લીલા પ્રભુએ સ્વીકાર્યું છે કે તેમણે સ્વામી વિવેકાનંદ અને તેમના ગુરુ વિશે અયોગ્ય ટિપ્પણી કરીને ભૂલ કરી છે. તે તપસ્યા તરીકે એક મહિના સુધી તમામ સામાજિક જીવનથી પોતાને દૂર રાખશે. એમ જણાવ્યુ છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version