Saturday, June 7, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews Updateસચિન, કોહલી અને ધોનીની ખાસ ક્લબમાં સામેલ થયો રોહિત શર્મા, આ સિદ્ધિ...

સચિન, કોહલી અને ધોનીની ખાસ ક્લબમાં સામેલ થયો રોહિત શર્મા, આ સિદ્ધિ મેળવનાર સાતમો ભારતીય બેટ્સમેન બન્યો…

Published by : Vanshika Gor

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આજે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 17 હજાર રન પૂરા કર્યા છે. રોહિત આ સિદ્ધિ મેળવનાર ભારતનો સાતમો બેટ્સમેન બન્યો છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આ માઈલસ્ટોન અચીવ કર્યો છે.

સચિન અને કોહલીના ક્લબમાં સામેલ થયો રોહિત
ભારત માટે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રનનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. માસ્ટર બ્લાસ્ટરે 664 મેચમાં 34357 રન બનાવ્યા છે. આ સૂચિમાં વિરાટ કોહલી 25047 રન સાથે બીજા ક્રમે છે. જ્યારે રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી અને એમએસ ધોની અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા ક્રમે છે. દ્રવિડે 24064, ગાંગુલીએ 18433 અને ધોનીએ 17092 રન બનાવ્યા છે.વિરેન્દ્ર સહેવાગે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 17253 રન બનાવ્યા છે. તેમાંથી 16,892 રન ભારત વતી રમતી વખતે બનાવ્યા છે, તો અન્ય રન ICC અને એશિયા સ્પેસિફિકસ ટીમ્સ વતી રમતી વખતે બનાવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!