Home News Update My Gujarat સમગ્ર રાજ્યમાં શીત લહેર….

સમગ્ર રાજ્યમાં શીત લહેર….

0

Published by : Rana Kajal

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી મુજબ હજી ઠંડી વધશે અને જાન્યુઆરીમાં માવઠું થવાની પણ સંભાવના… હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ હજી પણ રાજ્યમાં ઠંડી વધશે તેમજ જાન્યુઆરી માસમાં માવઠું થવાની શક્યતા છે.

તેમના જણાવ્યા પ્રમાણે, આ મહિને ઠંડી સાથે માવઠાનો માર પડશે. જાન્યુઆરીની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જાન્યુઆરીમાં કેટલાક વિસ્તારમાં માવઠું થઈ શકે છે. માવઠાને કારણે ખેતીના પાકને અસર થઈ શકે છે. આમ, આગાહીને લીધે ખેડૂતોની ચિંતામાં ફરી વધારો થયો છે.

 હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ગગડીને 7 ડિગ્રી પહોંચ્યો છે. સવારે ચારેબાજુ બરફની ચાદર છવાઈ જાય છે. કારની છત હોય કે મેદાનો ચારેબાજુ બરફ જામી જાય છે. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો ચમકારો વધી ગયો છે. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં જોરદાર ઠંડી પડી રહી છે. સતત શીત લહેરને લીધે પ્રવાસીઓને પણ આ કડકડતી ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે..

 ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કડકડતી ઠંડી સાથે પવનનો અનુભવ થઇ રહ્યો છે. ઉત્તર ભારતમાં હજુ પણ એક સપ્તાહ સુધી ઠંડીમાં રાહત મળે એવી શક્યતા નથી. શીતલહેરના કારણે પૂર્વોત્તર અને ઉત્તર ભારતના રાજ્યોમાં જનજીવન પ્રભાવિત થયું હતું. કેટલાય રાજ્યોમાં ગાઢ ધુમ્મસ છવાયો હતો, તો હિમાલયન રેન્જમાં બરફવર્ષા થઈ હતી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version