Published By : Patel Shital
- મુબઈમાં 4 ફ્લેટ, રૂ. 22 લાખની રોલેક્સ ઘડિયાળ…
- મહારાષ્ટ્રનાં વાશિમ ખાતે 41.688 એકર જમીન…
NCB ના પૂર્વ અધિકારી સમીર વાનખેડે આવક કરતા વધુ સંપત્તિ ધરાવે છે જે અંગે CBI દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેની તપાસનો સામનો સમીર વાનખેડે કરી રહ્યા છે. સમીર વાનખેડે અને અન્ય કેટલાક લોકો સામે અભિનેતા શાહરૂખ ખાન પાસે આર્યન ડ્રગ કાંડના સમયે રૂ. 25 કરોડની માંગેલ લાંચના આક્ષેપ અંગે પણ તપાસ ચાલી રહી છે ત્યારે સમીરની આવક કરતા વધુ સંપત્તિ અંગેનો વિવાદ જોતા એવુ સામે આવ્યું છે કે સમીર વારંવાર કુટુંબ સાથે વિદેશ પ્રવાસ કરતો જણાયો હતો તેમજ તેની પાસે મુબઈમાં 4 વૈભવી ફ્લેટ ઉપરાંત રૂ. 22 લાખની રોલેક્સ ઘડિયાળ તેમજ મહારાષ્ટ્રના વાશિમ ખાતે 41.688 એકર જમીન પણ હોવાનુ સામે આવ્યું છે. હજી પણ તપાસ દરમિયાન ઘણી છુપાયેલી સંપત્તિનો રેકોર્ડ પણ બહાર પડે તેવી સંભાવના છે.