Wednesday, May 6, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeTop NewsLife Styleસાદું જીવન અને સંયુક્ત કુટુંબ છે ખુશીનુ સાચું રહસ્ય...

સાદું જીવન અને સંયુક્ત કુટુંબ છે ખુશીનુ સાચું રહસ્ય…

Published by : Anu Shukla

  • 25 દેશનો સાયકલ પ્રવાસ કરી મેળવ્યું બિહેવિયરલ તારણ

ખુશી કી ચાહ મે…. એટલેકે ખુશીની શોધમાં માનવી યુગોથી ભટકતો રહ્યો છે. ત્યારે ખુશીની વ્યાખ્યા બદલાયા કરે છે. ઍક સાહસિકે ખુશીની શોધમાં હજારો કિલોમીટર સાયકલ પ્રવાસ કર્યો અને આખરે જણાવ્યુ કે સાદુ જીવન અને સંયુક્ત કુટુંબ ખુશી માટે અનિવાર્ય છે..

ખુશીની શોધમાં નીકળેલ સાયકલ પ્રવાસી બિહેવિયરલ સાયન્ટિસ્ટ ક્રિસ્ટોફરે નોકરી છોડીને, 18 મહિના સાઈકલ યાત્રા કરી હતી. તેનો એક્જ ધ્યેય હતો કે ખુશી ક્યા છે…? આખરે માણસને શેમાં ખુશીઓ મળે છે અને કઈ બાબતો માનવીને આખું જીવન ખુશ રાખે છે એ જાણવા બિહેવિયરલ સાયન્ટિસ્ટ ક્રિસ્ટોફર બૉયસે નોકરી છોડી દીધી હતી. બાદમાં તેમણે વીસ હજાર કિલોમીટરની સાઈકલયાત્રા કરીને 25 દેશની મુલાકાત લીધી. તેઓ ભુતાન પણ ગયા, જ્યાં વિકાસના માપદંડ જીડીપી નહીં પણ ગ્રોસ નેશનલ હેપ્પીનેસ છે. એટલે કે ખુશી-આનંદના ઇન્ડેક્સના આધારે દેશની સફળતા મપાય છે. સ્કોટલેન્ડથી શરૂ થયેલી આ યાત્રામાં તેઓ સેંકડો લોકોને મળ્યા ઘણી ચર્ચા વિચારણા કરી .દુનિયાના નાના-નાના દેશે શીખવ્યું કે જીવનમાં સંતોષ માટે પૈસાનું ખાસ મહત્ત્વ નથી જેમકે નાના દેશ કોસ્ટારિકામાં સેના નથી
બૉયસે કહે છે કે પ્યુરા વિડા એટલે કે સામાન્ય જીવનશૈલી. છેલ્લાં 50 વર્ષથી અહીં લોકો સામાન્ય જીવનશૈલીને મહત્ત્વ આપે છે. આ કારણથી અહીંના લોકો ખુશ છે. અહીં સરેરાશ આયુષ્ય 79.1 વર્ષ છે.

ભુતાનમાં આર્થિક સમૃદ્ધિ નહીં, સારું જીવન મહત્ત્વનું છે ભુતાને વિકાસના માપદંડ તરીકે લોકો ખુશ હોવા જોઇએ એવો મંત્ર આપ્યો છે. અહીંના લોકો સંસ્કૃતિ જાળવવા, સમાજ સાથે જીવવા અને પર્યાવરણની સુરક્ષામાં વિશ્વાસ રાખે છે પેરુના લોકોમાં ધૈર્ય અને સંજોગો સ્વીકારવાની ક્ષમતા છે જે અંગે બૉયસે કહે છે કે પેરુમાં લોકો ગરીબ હોય કે ધનિક, તેઓ ખુશ છે. અહીં મોટા પરિવારોની પરંપરા છે. તેઓ સાથે રહે છે અને સાથે કામ કરે છે. તેમનો સમાજ એકબીજા સાથે જોડાયેલો છે. એકબીજા સાથે વાતચીત કરતા રહે છે. તેઓ અનેક બાબતોની સાથે લોકોને પણ સહજતાથી સ્વીકારી લે છે. જ્યારે કેનેડાએ વેલ બીઇંગ ઇન્ડેક્સ બનાવ્યો છે કેનેડાએ વર્ષ 2000માં કેનેડિયન ઇન્ડેક્સ ઓફ વેલ બીઇંગ શરૂ કર્યો હતો. તેમાં વિકાસના આઠ માપદંડ નક્કી કર્યા. સામાજિક જીવન, લોકતાંત્રિક જોડાણ, શિક્ષણ, પર્યાવરણ, આરોગ્ય અને આરામની તકો, સંસ્કૃતિ, જીવનસ્તર અને સમયનો ઉપયોગ. ત્યાર પછી લોકો પૈસાના બદલે ખુશીને વધુ મહત્ત્વ આપવા લાગ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security