મળતી માહિતી અનુસાર સિદ્ધુ મુસેવાલા હત્યા કેસના માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બરાડની અમેરિકાના કેલિફોર્નિયામાં ધરપકડ કરવામાં આવી છે. તાજેતરમાં બ્રાર કેનેડાથી ભાગી ગયો હોવાના અહેવાલો હતા અને હવે તે પકડાઈ ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગોલ્ડીને 20 નવેમ્બરે અટકાયતમાં લેવામાં આવ્યો હતો. અત્યાર સુધી કેલિફોર્નિયા પોલીસે આ અંગે ઔપચારિક રીતે કોઈ નિવેદન આપ્યું નથી.
ગોલ્ડીની ધરપકડની માહિતી ભારતીય ગુપ્તચર એજન્સીઓ સુધી પહોંચી છે. જે બાદ તે અમેરિકન એજન્સીઓનો સંપર્ક કરી રહી છે. ગોલ્ડી બરાડની સામે 2 જૂના કેસમાં રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી છે. કેનેડાથી થોડા દિવસો પહેલા જ તે રાજકીય આશ્રય માટે કેલિફોર્નિયા ભાગી ગયો હતો. મુસેવાલાની હત્યા સમયે ગોલ્ડી બરાડ કેનેડામાં રહેતો હતો. ગાયકની હત્યા બાદ ગોલ્ડી ભારતીય ગુપ્તચર એજન્સીઓ અને મુસેવાલાના ચાહકોના નિશાના પર હતો.




