Published by : Rana Kajal
સુદાનનો આંતર વિગ્રહની અસર સમગ્ર વિશ્વ પર એટલા માટે પડી રહી છે. કે ગમ અરેબિક પુરૂ પાડતો તે વિશ્વનો મહત્વનો દેશ છે. ગમ અરેબિકએ ઍક ચીકણો પદાર્થ છે કે જેનો ઉપયોગ ખાદ્ય સામગ્રી અને કોલ્ડ્રિક્સના ઉત્પાદન કરવામા આવે છે. ગમ અરેબિક ને ગમ આફ્રિકા તરીકે પણ ઓળખવામાં આવે છે. ગમ અરેબિક સુદાનમાં ઍક ખાસ પ્રકારના બાવળના ઝાડ માથી કાઢવામાં આવે છે. મોટા ભાગના બાવળની છાલ ઍક સંશોધન મુજબ ટેનિન થી ભરપૂર હોય છે જેનો ઉપયોગ ડાઈ, શાહી, ફાર્માસ્યુટીકલ અને અન્ય ઉત્પાદનોમા તેનો ઉપયોગ કરવામા આવે છે….
ગમ અરેબિક કેટલું મહત્ત્વનું છે તે અંગેની વિગતો જોતા સુદાનના આતર વિગ્રહની ગંધ આવી જતાં કોકાકોલા અને પેપ્સિકો કંપનીઓએ ત્રણ થી છ મહિનાનો સ્ટોક કરી લીધો હતો. ગમ અરેબિક કઈ રીતે મળે છે તે અંગેની વિગત જોતા સુદાનમાં વિચરણ કરતા લોકો બાવળના ઝાડ માથી કાંકરા તેમજ લાલ ગુંદર કાઢે છે ત્યાર બાદ તેને રિફાઈન કરવામા આવે છે આ પદાર્થની સૌથી મોંઘી જાતની કિંમત આશરે ત્રણ હજાર ડોલર પ્રતિ ટન હોય છે




