Published by : Anu Shukla
- આ પેઇન્ટિંગ મહાદેવના પ્રિય રુદ્રાક્ષ વડે બનાવવામાં આવી છે.
- આ પેઇન્ટિંગ બનાવવા માટે 4100 રુદ્રાક્ષનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
મહાશિવરાત્રીના પર્વને હવે થોડાક જ દિવસ બાકી રહ્યા છે. લોકો અલગ અલગ રીતે મહાદેવની ભક્તિ કરતા હોય છે. આ મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે સુરતની એક ડોક્ટર દ્વારા મહાદેવ અને પાર્વતીની અર્ધનારેશ્વરની અનોખી પેન્ટિંગ બનાવવામાં આવી. આ પેઇન્ટિંગમાં એક બાજુ મહાદેવ અને બીજી બાજુ પાર્વતીને કંડાળવામાં આવ્યા હતા.
રુદ્રાક્ષ પર રેસિંગના કેમિકલ નો ઉપયોગ કરી પાર્વતી અને શિવની પેઇન્ટિંગ બનાવી
આ પેઇન્ટિંગને બીજી ખાસ વાત એ છે કે આ પેઇન્ટિંગ મહાદેવના પ્રિય રુદ્રાક્ષ વડે બનાવવામાં આવી છે આ પેઇન્ટિંગ બનાવવા માટે 4100 રુદ્રાક્ષનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રુદ્રાક્ષએ શિવજીનું પ્રતીક કહેવામાં આવે છે અને આ જ રુદ્રાક્ષનો ઉપયોગ કરીને ડોક્ટર મિત્તલ દ્વારા અર્ધનારેશ્વરની પેઇન્ટિંગ બનાવવામાં આવી હતી. આ પેઇન્ટિંગ બનાવતી વખતે રુદ્રાક્ષને એક પદાર્થમાં સરખી રીતે ગોઠવી આ પેઇન્ટિંગ બનાવવામાં આવી છે.
આ રુદ્રાક્ષ પર રેસિંગના કેમિકલનો ઉપયોગ કરી પાર્વતી અને શિવની પેઇન્ટિંગ બનાવવામાં આવી. પાર્વતી અને શિવએ એકબીજા વગર અધૂરા છે તેથી આ પેન્ટિંગમાં તેમણે અર્ધનારેશ્વરનુ ચિત્ર કંડાળ્યું હતું.