- પોલીસે બે લોકોની અટકાયત કરી…
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ઉમેદવારોનો પ્રચાર પ્રસાર જોરશોરમાં ચાલી રહ્યો છે. ઉમેદવારો પોતાના પ્રચારમાં ખર્ચ પણ મોટાપાયે કરી રહ્યા છે. ત્યારે સુરતમાં ચૂંટણીના પ્રચાર દરમિયાન મહિધરપૂરા વિસ્તારમાં કારમાંથી રૂપિયા 75 લાખની રોકડ રકમ મળી આવી હતી. તો કારમાંથી કોંગ્રેસની પત્રિકા પણ મળી આવી હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી બે ઇસમોની અટકાયત કરી હતી. દિલ્લીના રહેવાસી ઉદય ગુર્જર અને સુરતના મહંમદ ફેજની પોલીસે અટકાયત કરી હતી.તો પૂછપરછમાં સંદીપ નામનો ઈસમ ફરાર હોવાનું સામે આવ્યું હતું. સંદીપ કર્ણાટકનો રહેવાસી છે. જો કે સમગ્ર તપાસ ઈ ડી ને સોંપવામાં આવી છે. હાલ આ મામલે ઈડીએ તપાસ હાથ ધરી છે.