Home International દુનિયાના આ પાંચ દેશો કે જ્યાં એક પણ એરપોર્ટ નથી તેમ છતાં...

દુનિયાના આ પાંચ દેશો કે જ્યાં એક પણ એરપોર્ટ નથી તેમ છતાં વિશ્વ માથી લાખો લોકો અવરજવર કરે છે….

0

દુનિયામાં એવાં પાંચ દેશો એવા પણ છે કે જે દેશોમાં ઍક પણ એરપોર્ટ ન હોવા છતાં વિશ્વ માથી લાખો લોકો અવર જવર કરે છે.દુનિયાના વિવિધ દેશોમાં કંઈ ને કંઈ ઍવી બાબતો હોય છે કે જેથી આવા દેશો સમગ્ર વિશ્વનાં લોકો માટે આકર્ષણ રૂપ સાબીત થાય છે . આવા દેશોમાં અવર જવર કરવાં લોકોને કનેકટીવિટી હોવી જરૂરી હોય છે પરતું વિશ્વ નાં પાંચ દેશો એવાં પણ છે કે જ્યાં એરપોર્ટ જ નથી.


એરપોર્ટ વગરના વિશ્વનાં પાંચ દેશોની વિગત જોતાં એક એન્ડોરા દેશમા એરપોર્ટ નથી એન્ડોરા યુરોપનો છઠ્ઠો સૌથી નાનો દેશ છે અને વિશ્વનો 16મો સૌથી નાનો દેશ છે, જે 468 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલો છે. આ દેશની વસ્તી લગભગ 85,000 છે. આ દેશમાં એક પણ એરપોર્ટ નથી. પરંતુ, તેમની પાસે ત્રણ ખાનગી હેલિપેડ છે. અહીંથી સૌથી નજીકનું એરપોર્ટ સ્પેનમાં છે, જે આ દેશથી લગભગ 12 કિલોમીટર દૂર છે. જો કે, તેમ છતાં, અહીં દર વર્ષે લાખો લોકો મુલાકાત લેવા આવે છે. જ્યારે બીજો દેશ લિસનસ્ટેઇન છે જ્યા તે યુરોપનો એક દેશ પણ છે. જે ઑસ્ટ્રિયા અને સ્વિટ્ઝર્લેન્ડની વચ્ચે આવેલો છે. માત્ર 160 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા આ દેશના મોટાભાગના લોકો જર્મન ભાષા બોલે છે. લિક્ટેંસ્ટાઇનને પ્રાચીન દેશ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે, અહીં પથ્થર યુગથી માનવ વસવાટના પુરાવા મળી આવ્યા છે. આ ઉપરાંત, આ દેશ એટલા માટે પણ જાણીતો છે. કારણ કે, અહીં એક પણ એરપોર્ટ નથી. પરંતુ, અહીં હેલીપોર્ટ ચોક્કસ છે. અહીંથી સૌથી નજીકનું એરપોર્ટ સ્વિત્ઝર્લેન્ડનું ઝ્યુરિચ એરપોર્ટ છે.

જયારે મોનાકો દેશ પશ્ચિમ યુરોપનો એક નાનો દેશ છે, જે વિશ્વનો બીજો સૌથી નાનો દેશ માનવામાં આવે છે. તે ફ્રાન્સ અને ઇટાલી વચ્ચે આવેલો છે. જ્યાં વિશ્વમાં કોઈ પણ દેશ કરતા માથાદીઠ કરોડપતિઓ મોનાકોમાં વધુ છે. પરંતુ, તેમ છતાં આ દેશમાં એક પણ એરપોર્ટ નથી. તે પણ આશ્ચર્યજનક છે. નજીકનું એરપોર્ટ ફ્રાન્સમાં છે. અને સાન મેરિનો દેશ યુરોપમાં સ્થિત એક દેશ છે. તે યુરોપનું સૌથી જૂનું પ્રજાસત્તાક પણ માનવામાં આવે છે. તેમજ તે વિશ્વના સૌથી નાના દેશોમાંનો એક છે. હાલમાં આ દેશમાં કોઈ એરપોર્ટ નથી, પરંતુ અહીં ચોક્કસપણે હેલીપોર્ટ અને નાનું એરફિલ્ડ છે. અહીંથી સૌથી નજીકનું એરપોર્ટ ઇટાલીમાં છે. તેમજ વેટિકન સિટી દેશનો પણ સમાવેશ થાય છે જે વિશ્વનો સૌથી નાનો દેશ છે. તે રોમન કેથોલિક ચર્ચનું કેન્દ્ર છે, જે ખ્રિસ્તી ધર્મના મુખ્ય સંપ્રદાય છે અને આ સંપ્રદાયના સર્વોચ્ચ નેતા પોપનું નિવાસસ્થાન છે. અહીં પણ કોઈ એરપોર્ટ નથી. વાસ્તવમાં આ દેશ પોતે જ એટલો નાનો છે કે, અહીં એરપોર્ટ બનાવવાની જગ્યા નથી. સૌથી નજીકનું એરપોર્ટ રોમમાં છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version