- સીસીટીવીના આધારે પોલીસે ડ્રાઇવર સુહીલ સુબેદારસિંહની ધરપકડ કરી
સુરત શહેરના સરથાણા વિસ્તારમાં સીમાડા નાકા પાસે આશાદીપ સ્કૂલના પાર્કિંગમાં ત્રણ દિવસ પહેલા એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. લાશ મળી આવતા શરથાણા પોલીસનો કાફલો દોડતો થઈ ગયો હતો.અને પોલીસે હત્યાનો આગળની તપાસ હાથ ધરી હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજના સામે આવ્યા છે.
ગત 15 જાન્યુઆરીના રોજ આશાદીપ સ્કૂલમાં બસ ચલાવતા ડ્રાઇવર સુહીલ સુબેદારસિંહ અને બસનો કંડકટર તરીકે નોકરી કરતો કલ્પેશકુમાર રમેશચન્દ્ર ઉપાધ્યાય બંને એક જ રૂમમાં રહેતા હતા. ડ્રાઇવર રોજ રાતે મોડા આવતા હોય અને દરવાજો જોરથી ખખડાવતો હોવાની વાતને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો. રોષે ભરાયેલા આરોપી ડ્રાઇવર સુહીલ સુબેદારસિંહએ કંડકટર કલ્પેશકુમાર રમેશચન્દ્ર ઉપાધ્યાયને લોખંડના સળિયા વડે માર મારી લોહીલુહાણ કરી દીધો હતો.ત્યાર બાદ તેને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડી ફરાર થઇ ગયો હતો.જ્યાં સારવાર દરમિયાન કંડક્ટરનું મોત નીપજ્યું હતું. પોલીસે સીસીટીવીના આધારે ડ્રાઇવર સુહીલ સુબેદારસિંહની ધરપકડ કરી છે. સીસીટીવીમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છેકે, ડ્રાઇવર જ કંડક્ટરને પાછળ ખભે લટકાવીને આવી રહ્યો છે. અને તેને સ્કૂલના પાર્કિંગમાં ફેંકે છે.
(ઇનપુટ : જયેંદ્ર પાંડે, સુરત)