Publised By : Aarti Machhi
- ભાઈબીજના દિવસે જ પાઘડીના દર્શન કરાય છે
સંવંત 1881માં સ્વામિનારાયણ ભગવાન સુરત ભ્રમણ કરવા માટે આવ્યા હતા. ત્યારે સુરત પારસી કોટવાળ અરદેશરને પોતાની પાઘડી અને શ્રીફળ આપ્યાં હતાં. જે આજે ૧૯૪ વર્ષે પણ પારસી પરિવાર પાસે છે. અરદેશર તે સમયના સુરત શહેરના કમિશનર હતા. અને તે સમયે લોકોને તેમના ઉપર ખૂબ જ ગર્વ હતો. તેઓ સ્વામિનારાયણ ભગવાનના ભક્ત હતા.ત્યારબાદ તેમના સુપુત્ર જહાંગીરજીને ત્યાં આ પાઘડી અને શ્રીફળ ની સેવા ચાકરી કરવામાં આવી હતી. પરંતુ જહાંગીર જઈને કોઈ સંતાન ન હતી તો તેમના પત્નીએ આ પાઘડી અને શ્રીફળને પોતાના પરિવારમાં રાખી સેવા ચાકરી કરી હતી.
આજે ભાઈબીજના એક માત્ર દિવસ માટે સ્વામિનારાયણ એ આપેલા પાઘડી અને શ્રીફળના દર્શન માટે સુરત જ નહીં પરંતુ દૂર દૂરથી ભક્તો આવે છે.ટીવી સ્ક્રીન પર બંધ બોક્ષમાં દેખાઈ રહેલી આ પાઘડી પાછળ એક ધાર્મિક આસ્થા છુપાયેલી છે. આ પાઘડી કોઈ સામાન્ય નહિ પણ સદીઓ પૂર્વે સ્વામીનારાયણ ભગવાને ધારણ કરી હતી તે છે.છેલ્લા 100 વર્ષથી ભાઈબીજના દિવસે જ આ પાઘ દર્શન કરવામાં આવે છે.આ દર્શન કરી ભક્તોને ધન્યતા અનુભવે છે. શ્રીફળ મગસદ સુદ ભાઈ બીજના દિવસે જ સ્વામિનારાયણ ભગવાને કોતવા ને આપી હતી.એટલે આપણે આજ દિવસે દર્શન કરાવવામાં આવે છે.
(ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત)




