નાના બાળકોને પરિવાર માટે લાલ બત્તી સમાન કિસ્સો સુરત ખાતે બનવા પામ્યો છે. સુરત ચાલથાણ ગામમાં 10 મહિનાનો બાળક બલૂન સાથે રમતા રમતા મોઢામાં નાખતા બાળકના ગળામાં બલૂન ફસાઈ જતાં બાળકનું મોત નીપજ્યું હતું..
સુરતના ચલથાણ ગામમાં આવેલ શિવસાઈ સોસાયટીમાં રહેતા ધનંજય પાન્ડે જેઓનો 10 મહિનાનું બાળક છે જેઓ આજરોજ ઘરમાં ફુગ્ગા સાથે રમતા રમતા મોઢામાં નાખતા બાળકના ગળામાં બલૂન ફસાઈ જતાં માતા અને પડોશીએ બાળકને સૌપ્રથમ વખત ત્રણથી ચાર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ તમામ હોસ્પિટલો દ્વારા બાળકને જોવા માટે ના પડતા અંતે માતાએ બાળકને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ લાવતા ફરજ પરના ડો. તુષાર પટેલે બાળકને મૃત જાહેર કરતા જ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બાબતે મૃતક બાળકના માતા પૂજાબેનએ જણાવ્યું કે, મારા બાળકને લઈને પાંચ થી છ હોસ્પિટલમાં બતાવ્યું પરંતુ હોસ્પિટલ દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે, અહીં નહિ બીજી જગ્યાએ લઈ જાઓ બીજી જગ્યાએથી કઈ ત્રીજી જગ્યાએ લઈ જાવ પણ તો એક પણ હોસ્પિટલમાં મારા બાળકનું સારવાર કરવામાં આવ્યું નહીં નહીંતર મારું બાળક બચી જતું. અંતે મેં મારા બાળકને 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવી હતી. અહીંના ડૉક્ટરે કીધું કે, તમારા બાળકની ડેથ થઈ ચૂકી છે.
(ઈનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત)