સુરત શહેરના સારોલીના મોડલ ટાઉન રેસીડેન્સીમાં ગતરોજ સાંજે 6:30 વાગ્યે ની આસપાસ તેજ રેસીડેન્સી માં રહેતી 48 વર્ષીય દાનાબેન ભગવાનભાઈ ચૌધરી જેઓ લિફ્ટમાં પોતના ફ્લેટમાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ લિફ્ટ બંધ થતા તેઓ લિફ્ટ માં ફસાતા તેઓ બૂમાબૂમ કરતા રેસીડેન્સના લોકો દોડી આવ્યા હતા. તો બીજી બાજુ જ મહિલા ને બહાર કાઢવા માટે ફાયર વિભાગ ને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ ઘટના સ્થળે પોહચી મહિલા ને દિવાલ તોડીને બહાર કાઢવામાં આવ્યો હતો. અને ત્યારબાદ મહિલા ને ખાનગી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનામાં અન્ય કોઈ જાનહાની થઈ ન હતી.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-02-at-12.30.00-PM-816x1024.jpeg)
આ બાબતે પૂર્ણા ફાયર વિભાગ ના ઓફિસ ધવલ મોહિતે જણાવ્યુંકે, ગઈકાલે સાંજે આ ઘટના બની હતી. અમને 6:15 વાગે ફાયર કંટ્રોલરૂમ દ્વારા કોલ મળ્યો હતો કે, સારોલી વિસ્તારમાં આવેલ પાટીદાર ભવનની બાજુમાં મોડલ ટાઉન રેસીડેન્સીના 13 માળે એક મહિલા લિફ્ટમાં ફસાઈ છે. અમે ઘટના સ્થળે પોહ્ચ્યા તો મહિલા ને બહાર કાઢવા માટે કોઈ જ રસ્તો નઈ જાણતા અમે અંતે દિવાલ તોડી મહિલા ને બહાર કાઢ્યો હતો.
વધુમાં જણાવ્યુંકે, મહિલા ને બહાર કાઢ્યા બાદ તાત્કાલિક 108 મારફતે ખાનગી હોસ્પિટલમાં આવ્યો હતો. જોકે આ ઘટનામાં અન્ય કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ રેસીડેન્સીલના લોકોએ જણાવ્યું હતુકે, અહીંના મેનેજમેન્ટ એ લિફ્ટ રિપેર કરવાની જવાબદારી લીધી હતી.અને રિપેર કરવામાં આવી ન હતી. મેનેજમેન્ટની બેદરકારીના કારણે આ ઘટના બની છે. આ ઘટના સમય દરમિયાન કોઈ લિફ્ટ ગાર્ડ હાજર ન હતો.