Published By : Disha PJB
આતંકી સુમેરાને ગુજરાત ATS દ્વારા આજરોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવી હતી. જે પ્રકારે સુમેરાએ ATS સમક્ષ સુરત કોર્ટની રેકી કરી ત્યાં બ્લાસ્ટ કરવાની ફિરાકમાં હતી. તે તમામ બાબતે વધુ પૂછપરછ માટે લાવવામાં આવી હતી. તે કઈ રીતે ટેલિગ્રામ મારફતે આતંકી સંગઠન જોડે જોડાઈ હતી. તે તમામ માહિતી માટે સુરત લાવવામાં આવી હતી.
સુમેરાને તેના ઘરે પણ લઇ જવામાં આવી હતી. જ્યાં તેમના પિતા મોહમદ હનીફ મલેક અને તેમની માતાની પણ ATS દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હાલ તો સુમેરાને ગુજરાત ATS સુરતથી અમદાવાદ પરત લઇ જવામાં આવી છે.
થોડા દિવસો પેહલા આતંકવાદી સંગઠન આઈએસકેપી સાથે સંપર્ક ધરાવતી મહિલા સુરતમાંથી ઝડપાઈ છે. આ પેહલા ગુજરાત એટીએસ દ્વારા પોરબંદરમાંથી આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખુરાશન પ્રોવિન્સ સાથે જોડાયેલા 3ની અટકાયત કરાઇ હતી. અને પૂછપરછમાં મહિલાના નામનો ખુલાસો થયો હતો. જેને લઈને ગુજરાત એટીએસની ટીમ સુરત આવી પોહચી હતી અને તેઓ સુમેરા મલેકના નિવાસ સ્થાને સુમેરાની 6 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી છે. 3 વાગ્યે પોલીસ સુમેરાને લઈને ગઈ હતી.
સુમેરા પ્રતિબંધિક આતંકી સંગઠન આઈએસકેપીના જોડાયેલા આતંકીઓ સાથે ભારતમાંથી ગુજરાત બોર્ડરથી ભાગવાની ફિરાકમાં હતી. ઈનપુટ મળ્યા બાદ ઑપરેશન પ્લાન કરાયું હતું. સુમેરા પાસેથી ચાર મોબાઈલ સહિત અન્ય ડિજિટલ ડિવાઈસ કબ્જે કર્યા છે. પકડાયેલા તમામ આરોપીઓનું પાકિસ્તાન ક્નેકશન બહાર આવ્યું છે. તમામ પકડાયેલા આરોપીઓ ગુજરાતની માહિતી ISIS સુધી પહોંચાડતા હતા. ગુજરાત ઉપરાંત દિલ્હી અને કાશ્મિરમાં પણ તપાસ હાથ ધરાવામાં આવી રહી છે. ISISના મોડ્યુલ પર આ સંગંઠન કામ કરતું હતું. આરોપીઓ સોશિયલ મીડિયા દ્વારા યુવાનોને કટ્ટર બનાવાનું કામ કરતા હતા.
ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત.