Home News Update My Gujarat સુરત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ “તરતું પુસ્તકાલય” દ્વારા કર્યો નવતર પ્રયોગ…

સુરત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ “તરતું પુસ્તકાલય” દ્વારા કર્યો નવતર પ્રયોગ…

0

Published by : Anu Shukla

જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી સુરતમાં આરટીઇના કામે શિક્ષણના કામે અવારનવાર ઘણા મુલાકાતી અને અરજદારો આવતા હોય છે. આવા અરજદારોના કામોનો નિકાલ એક દિવસમાં કરવામાં આવતો હોય છે આવા કામોમાં અરજદાર આવે ત્યારે એક દિવસમાં કામોનું નિકાલ થાય માટે બે કલાક કે તેથી વધુ સમય કચેરીમાં રહેવું પડતું હોય અથવા તો અન્ય કામ માટે બેસી રહેવું પડતું હોય છે. આવા સમયમાં અરજદારોનો આ સમયનો સદુપયોગ થાય તે માટે વાંચનનો શોખ વિકસાવી શકાય પરંતુ અરજદારોના બહોડા પ્રમાણે ધ્યાનમાં રાખીએ તો ત્યાં હાર્ડ કોપીમાં પુસ્તક રાખીએ તો તેનું મોનિટરિંગ કરવું શક્ય ન બને મેગેઝીનો પણ રાખવામાં આવી હતી. પરંતુ આવતા જતા અરજદારો તે વાંચનનો સારો લેખ જોઈ પોતાની પાસે જ રાખી લે એવું પણ બને. તેથી શિક્ષણનો હેતુ પણ જળવાઈ અને સમયના સદુપયોગ થાય અને વાંચનનો શોખ પણ કેળવાય એવા ફલિતાર્થરૂપે જિલ્લા કચેરીના વહીવટી અધિકારી એ.જે.પીપળીયાએ એક નવતર પ્રયોગ અમલમાં મૂક્યા.

જે મુજબ અરજદારોના વય, શિક્ષણ અને તેઓની રસરૂચી અને વલણને ધ્યાનમાં રાખી શ્રેષ્ઠ 61 જેટલા પુસ્તકોની પસંદગી કરી તેઓને ઈ-કોપી બનાવવામાં આવી અને તેઓને QR કોડના માધ્યમથી અરજદારોને મળી રહે તે માટે મોટા બેનરમાં પુસ્તકના નામ સાથે આ QR કોડ મૂકવામાં આવ્યા. હવે અરજદાર જ્યારે ઈચ્છે અને જેવો શોખ હશે તે પ્રમાણેના પુસ્તકના ક્યુ આર કોડને સ્કેન કરશે અને વિનામૂલ્ય પુસ્તકને મેળવશે અને હવે આ પુસ્તક તેઓ પોતાની પાસે પણ લઈ શકે, વાંચી શકે અને અનુકૂળતાએ પૂરું પણ કરી શકે આ માટે આવા તરતા પુસ્તકાલય દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી એક નવતર પ્રયોગ હાથ કર્યો છે

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version